ખબર

રાજકોટમાં હજુ તો સુહાગરાત પણ નહોતી થઇ અને નવવધૂએ એવો કાંડ કર્યો હતો કે આખો પરિવાર હચમચી ગયો

રાજકોટમાં લગ્નના પહેલાં જ દિવસે નવવધૂએ પતિને કહ્યું, ‘‘તમે પ્લીઝ બહાર જાવ મારે કપડાં બદલવા છે’’ પછી જે બન્યું એ જાણીને મગજ કામ નહીં કરે

દેશભરમાંથી લૂંટેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. ઘણા લોકો લગ્ન માટે ઉતાવળા થતા હોય છે જેના કારણે આવી છેતરામણીનો ભોગ પણ બને છે. ઘણા લોકોની ઉંમર વીતી ગઈ હોવાના કારણે તે લગ્ન કરાવતા લોકોને પૈસા આપીને પણ લગ્ન કરવા માંગતા હોય છે અને જેના કારણે તેમને છેતરામણીનો શિકાર પણ બનવું પડે છે. આવા કિસ્સાઓ સોશિયલ મીડિયા અને સમાચારમાં અવાર નવાર વાંચવા મળે છે.

ત્યારે હાલ એવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો. રાજકોટમાં રહેતા ધનજીભાઈ મકવાણાને લગ્નની ઉંમર થઇ ગઈ હોવા છતાં પણ કન્યા મળતી નહોતી, તેઓ બીજા રાજ્યમાંથી પણ કન્યા શોધવા લાગ્યા હતા. આ દરમિયાન જ તેમને એક એવા વ્યક્તિની જાણ થઇ જે પૈસા આપીને કન્યા શોધી આપે છે.

આ વ્યક્તિએ ધનજીભાઈને લગ્ન કરાવી આપવાનું જણાવ્યું પરંતુ બદલામાં 80 હજાર રૂપિયામાં કન્યા મળશે તેમ જણાવ્યું.આ ઉપરાંત તેમને પોતાને ખર્ચ પેટે વધુ 5 હજાર રૂપિયા આપવાનું પણ જણાવ્યું હતું. ધનજીભાઈ આ માટે તૈયારી બતાવતા લગ્ન કરાવનાર વ્યક્તિએ તેમને નાસિકથી કન્યા લાવી આપવાનું જણાવ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

થોડા સમય બાદ લગ્ન કરાવી આપનાર વ્યક્તિએ ધનજીભાઈને એક કન્યા બતાવી અને પરિવાર સાથે મળી અને બધું જ નક્કી કરી લીધું. ત્યારબાદ તેઓ પોતાના સાગા સંબધીઓ સાથે નાસિક ગયા અને ત્યાં ગૌશાળામાં લગ્ન પણ કરી લીધા. લગ્ન બાદ નક્કી થયા પ્રમાણે તેમને કન્યાની મોટી બહેન તરીકે ઓળખાવતી એક યુવતીને 80 હજાર રૂપિયા હાથમાં આપ્યા.

લગ્ન કર્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા. જેના બાદ કન્યાએ થાકી ગઈ હોવાનું જણાવ્યું અને આરામ કરવાનું કહ્યું, સાંજે ઉઠી અને તેને કપડાં ખરીદવા છે તેમ જણાવ્યું ત્યારબાદ ધનજીભાઈ તેને કપડાં ખરીદવા માટે પણ લઇ ગયા, સાંજે તેને ઘૂઘરા ખાવાનું કહેતા તે ઘૂઘરા પણ લઇ આવ્યા.

જેના બાદ રાત્રે કપડાં બદલવા છે તેમ કહી અને ધનજીભાઈ અને તેમના ભાઈને બીજા રૂમમાં મોકલી 10 હજારના ઘરેણાં અને નવા કપડાં લઈને ઘરમાંથી પલાયન થઇ ગઈ. તો બીજી તરફ ઘણીવાર સુધી દરવાજો ના ખુલતા ધનજીભાઈએ દરવાજો ખોલીને જોયું તો તેમની પત્ની ફરાર હતી, ઘણું જ શોધખોળ કર્યા બાદ તેનો પત્તો ના મળતા તેમને પોલીસ ફરિયાદ કરી હતી.