રાજકોટના આ યુવકે પત્નીના જન્મદિવસ પર આપી અનોખી ગિફ્ટ, 3 લાખ ખર્ચીને ચંદ્ર પર ખરીદી એક એકર જમીન

Man give his wife land on the moon : ગઇકાલે દરેક ભારતીયો માટે ખૂબ જ ગૌરવપૂર્ણ દિવસ રહ્યો. ભારતે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું અને આખા દેશે ઉજવણી પણ કરી. ત્યારે આ વચ્ચે રાજકોટના એક યુવાને તેની પત્નીના જન્મદિવસ પર તેને એક ખાસ ગિફ્ટ આપી અને તેને કારણે હવે તેની ચર્ચા આખા ગુજરાતમાં થઇ રહી છે.

પતિએ પત્નીને જન્મદિવસ પર ગિફ્ટ કરી ચાંદ પર જમીન
રાજકોટમાં પત્નીના જન્મદિવસ પર પતિએ ચંદ્ર પર જમીન ખરીદીને ગિફ્ટમાં આપી. પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજકોટના ચેતનભાઈ જોષીએ તેમની પત્નીના જન્મદિવસ પર ગિફ્ટ આપવા માટે ચંદ્ર પર જમીન ખરીદી. હાલમાં ચંદ્રયાન-3 ટ્રેન્ડમાં છે અને એવામાં ચેતનભાઈએ તેમની પત્નીને ચંદ્ર પર જમીન ખરીદીને ગિફ્ટમાં આપતા જ તે ચર્ચામાં છવાઇ ગયા.

1 એકર માટે ખર્ચ્યા 3 લાખ
આ માટે તેમણે યુએસની કંપની લુનાર રજિસ્ટ્રીમાં અરજી કરી હતી અને 15 દિવસમાં કાર્યવાહી પૂર્ણ થઈ. તે પછી તેમણે નાસામાં આ માટે પેમેન્ટ કરીને 1 એકર જમીન ખરીદી હતી. ચેતનભાઇએ 1 એકર જમીન 3 લાખ રૂપિયામાં ખરીદી છે. ત્યારે જન્મદિવસ પર પતિ પાસેથી પત્નીને ખાસ ગિફ્ટ મળતા તે પણ ખુશખુશાલ થઇ ગઇ હતી અને પહેલા તો તેણે આ વાત ન માની પણ,

પત્નીની ખુશી પહોંચી ગઇ સાતમા આસમાને
જ્યારે પતિએ ચંદ્ર પર ખરીદેલી જમીનના કાગળ બતાવ્યા ત્યારે તેની ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ.ચેતનભાઈ જોષીના પત્ની ખુશીબેને આ ખાસ ગિફ્ટ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું- મને કાંઈ જાણ જ નહોતી. પહેલા તો હું માની નહિ પણ પછી તેમણે કાગળો બતાવતા ખુબ ખુશ થઇ.

Shah Jina