રાજકોટમાં પત્નીને આ ભયંકર બીમારી થઇ તો પતિ જીજુને સાળી સાથે આંખ મળી ગઈ, પત્નીને સીધી યમલોક પહોંચાડી દીધી!

રાજકોટ ચોટીલામાં જીજુએ સાળી સાથે લફડું કર્યું, પત્નીની આ ડેન્જર બીમારી થતા જ ભયાનક મોત આપ્યું, રુવાડા ઉભા કરી દે એવી કહાની

છેલ્લા ઘણા સમયથી રાજયમાં હત્યાના સતત ચકચારી કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણી હત્યા અંગત અદાવત તો ઘણી પ્રેમ સંબંધ અને લગ્નેતર સંબંધને કારણે થઇ રહી છે. રાજકોટમાંથી હાલમાં હત્યાનો એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્નીને એઇડ્સ થતાં પતિ સાળીના પ્રેમમાં પડ્યો અને પછી પત્નીને રસ્તામાંથી હટાવવા ચાર્જરના વાયરથી ટૂંપો દઈ તેની હત્યા કરી દીધી.રાજકોટના વિંછીયાના દલડી ગામની એક પરણિતા 44 દિવસથી ગુમ હતી અને તેનું હાડપિંજર ચોટીલાના ઢોકળવા ગામની સીમમાંથી મળી આવ્યુ હતુ, જે બાદ ઘણો જ ચોંકાવનારો ખુલાસો થયો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પત્નીનો મૃતદેહ દાટી હત્યારાએ પત્ની ગુમ થયાની ફરિયાદ પોલિસને કરી હતી અને આ કેસમાં પોલિસે ગંભીરતાથા કામ ન કરતા પરણિતાનો પરિવાર ધરણા પર પણ બેઠો હતો. ત્યારે આ બાબતે પોલિસે પરણિતાના પતિની આકરી પૂછપરછ કરી હતી, જે બાદ આરોપી ભાંગી પડ્યો હતો અને ગુનો કબૂલ કર્યો હતો.આરોપી પતિના મૃતકની બહેન સાથે પ્રેમસંબંધો હોવાને કારણે તેણે પત્નીની હત્યા કર્યો હોવાનો આક્ષેપ પહેલા આગેવાનોએ કર્યો હતો. વિંછીયાના દલડી ગામની પરિણીતા રંજનબેન ઘણા સમયથી ગૂમ હતી અને આ અંગે તેના પતિએ જ પોલિસમાં ફરિયાદ કરી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જે બાદ વીંછિયા પોલીસને પરણિતાની ભાળ ન મળતાં 2 દિવસ પહેલાં જ સામાજિક આગેવાનો અને યુવતિના પરિવારજનો પોલીસની કામગીરી સામે ધરણાં પર બેઠા હતા. જે બાદ પોલિસે પતિની ઊલટતપાસ કરી અને આ દરમિયાન તે ભાંગી પડ્યો અને તેણે જ પત્નીની હત્યા કરી લાશ ચોટીલાના ઢોકળવાની સીમમાં દાટી હોવાનું કબૂલ કર્યુ.

તસવીર સૌજન્ય : ન્યુઝ18 ગુજરાતી

જે બાદ હત્યાની ચકચારી વિગત બહાર આવતા સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.હત્યાની વિગત બહાર આવ્યા બાદ પોલીસની ટીમ આરોપી પતિને લઈને ત્યાં આવી, જ્યાં તેણે તેની પત્નીની લાશને દાટી હતી. પત્નીની દાટેલી લાશ બહાર કાઢતાં હાડપિંજર મળી આવ્યું હતું.જેને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલવામાં આવ્યુ હતુ અને આ ગુનો પણ ચોટીલાની હદમાં બન્યો હોવાને કારણે ચોટીલા પોલીસ મથકે પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરીને પોલીસે પતિની ધરપકડ કરવામાં આવી હતી.મૃતકની માતાએ આરોપીને સજા થાય એવી માગણી પણ કરી છે.

આરોપી રાજેશની સાળી ઇન્દુની સગાઈ હતી અને એના આગલા દિવસે પત્ની સાથે જવા તે બાઇક પર નીકળ્યો હતો. આ દરમિયાન પહેલાથી જ નક્કી કરેલ સ્થળ આવતાં વિસામો લેવાનું કહી કોતર નજીક તેઓ રોકાયાં હતાં. આ દરમિયાન જ આરોપી પતિએ મોબાઇલના ચાર્જરના વાયરથી પત્નીને ગળે ટૂંપો દઈ હત્યાને અંજામ આપ્યો હતો અને તે બાદ લાશને દાટી દીધી હતી. જે બાદ પત્ની ગુમ થઇ હોવાનું કહી પોલિસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

Shah Jina