મેલડી માતાના મંદિરની બહાર પત્નીને કહ્યું, “તું બહાર ઉભી રહે હું દર્શન કરીને આવું..” અંદર જઈને પતિએ ગટગટાવી લીધું ઝેર… પત્નીની શહેરમાં રહેવાની જીદ ભારે પડી..
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં કેટલાય લોકો આર્થિક તંગીના કારણે તો કેટલાય લોકો પારિવારિક ઝઘડાના કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ઘણીવાર પતિ પત્નીના ઝઘડા પણ આપઘાત કરવા માટે કારણભૂત બનતા હોય છે.
હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જેમાં પત્નીની રાજકોટ રહેવાની જીદ અને પતિનું મન પોતાના ગામમાં રહેવાનું હોવાના કારણે પતિએ મોતને ભેટવાનું પસંદ કર્યું અને મંદિરમાં જઈને જ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જેને લઈને યુવકના પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજકોટમાં આવેલા રણુજા મંદિર પાસે રહેતા મૂળ અમદાવાદ હાઇવે પર આવેલા બારવણ ગામના વતની 22 વર્ષીય નારણ ચોથાભાઈ તળાવડીયા તેની પત્ની સાથે રાત્રીના સમયે પોતાના ગામ બારવણ જવા માટે નીકળ્યો હતો. ત્યારે તેણે તેની પત્નીને રસ્તામાં એક મેલડી માતાજીનું મંદિર આવતા બહાર ઉભી રાખી અને પોતે દર્શન કરીને આવે છે તેમ જણાવ્યું.
જેના બાદ ઘણીવાર સુધી તે બહાર ના આવતા તેની પત્ની મંદિરમાં તપાસ કરવા માટે ગઈ ત્યારે તેણે પતિને બેભાન હાલતમાં જોઈને તેની નણંદને ફોન કર્યો. જેના બાદ યુવકના પરિવારજનો ત્યાં દોડી આવ્યા હતા અને યુવકને પહેલા ફૂવડવા અને ત્યારબાદ રાજકોટ સિવિલમાં ટ્રાન્સફર કર્યો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો.
સિવિલ દ્વારા પોલીસને આ મામલે જાણ કરતા જ સિવિલ ચોકીનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ મામલે મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે તેની પત્નીની જીદ રાજકોટ રહેવાની હતી. જેના કારણે 10 દિવસ પહેલા જ તે રાજકોટમાં ભાડે ઘર રાખીને રહેતા હતા. પરંતુ યુવકનું મન તેના ગામમાં લાગતું હોવાનું કારણે ગામ આંટો મારી આવીએ એમ કહીને રસ્તામાં જ આ ભયાનક પગલું ભરી લીધું.