ગુજરાતમાં જન્મના તરત બાદ ડોકટરે બાળકને મૃત જાહેર કર્યું અને સ્મશાનમાં થયો ચમત્કાર, સારવાર માટે દાખલ કરવામાં આવ્યું અને પછી..

કોરોના કાળની અંદર ઘણી હોસ્પિટલની બેદરકારીઓના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બાળકના જન્મ થવાની સાથે જ ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી પરંતુ સ્મશાનમાં ખાડો ખોદતાં જ તે બાળકે શ્વાસ લીધા હતા.  (અહીં તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રતીકાત્મક તસવીર

મળતી માહિતી પ્રમાણે રાજકોટની કે.ટી. હોસ્પિટલમાં બાળકના જન્મ થવાની થોડી જ ક્ષણોમાં ડોક્ટરે મૃતજાહેર કર્યું હતું. પરિવારજનો બાળકના મૃતદેહને લઇને સ્મશાને પહોંચ્યા હતા, પરંતુ મૃતદેહને દફનાવવા માટે અડધો ખાડો ખોદાયો હતો ત્યાં જ બાળકે શ્વાસ લીધો હતો, બાળકના ધબકારા શરૂ થતાં જ સ્મશાને હાજર તમામ લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા અને તાકીદે બાળકને ફરીથી હોસ્પિટલે લઇ જવાયું હતું.

પરંતુ કુદરતને પણ એજ મંજુર હતું અને મૃત જાહેર કરાયા બાદ એ બાળક 14 કલાક જ જીવી શક્યું હતું. તો આ બાબતે  જીવિત બાળકને 14 કલાક પૂર્વે મૃત જાહેર કરનાર મહિલા ડોક્ટર સામે તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોડીનારમાં રહેતા પોલીસકર્મી પરેશભાઇ ડોડિયાનાં પત્ની મિત્તલબેનને પ્રસૂતિની પીડા ઉપડવાના કારણે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. રવિવારે રાત્રે એકાદ વાગ્યે મિત્તલબેને પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હતો. 

પ્રતીકાત્મક તસવીર

મિત્તલબેને અધૂરા માસે ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો હોવાના કારણે બંને બાળકોનું વજન ઓછું હતું, બાળકી અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે તેમને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. થોડી મિનિટોની સારવાર બાદ ફરજ પરના મહિલા તબીબે બાળકને મૃત જાહેર કરી દીધું હતું. પુત્રને મૃત જાહેર કરતાં પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા.

પ્રતીકાત્મક તસવીર

ડોકટરે બાળકને મૃત જાહેર કર્યા બાદ નવજાત બાળકના મૃતદેહને દફનાવવા માટે પરિવારના બે સભ્યો હોસ્પિટલથી રિક્ષામાં 80 ફૂટ રોડ પર આવેલા સ્મશાને ગયા હતા. નવજાત બાળકના મૃતદેહને દફનાવવા માટે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો, અડધો ખાડો ખોદાયો હતો અને બાળકને દફનાવવાની તૈયારી ચાલી રહી હતી. એ વખતે જ બાળકે શ્વાસ લીધા હતા, બાળકે હાથપગ હલાવતાં જ પરિવારના સભ્યો, રિક્ષાચાલક અને સ્મશાને હાજર લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા, ત્યારે સહેજવારની પણ રાહ કોય વગર નવજાત બાળકને લઇને ફરીથી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલે પહોંચ્યા હતા અને બાળકને એનઆઇસીયુમાં દાખલ કરવામાં આવ્યું હતું.

 ત્યારે આ ઘટનાને પરિવારના સભ્યો ચમત્કાર માની રહ્યા હતા, અને થોડીવાર પહેલા શોકમાં ડ્યૂરેબલ પરિવારમાં ખુશીઓ જાણે પાછી ફરી ગઈ હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ આ ખુશીઓ લાંબો સમય ના ટકી અને સોમવારે બપોરે 3 વાગ્યે બાળકને ફરીથી મૃત જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની દફનવિધિ કરવામાં આવી હતી.
સાભાર : દિવ્યભાસ્કર

Niraj Patel