ખોડિયાર ધામના મહંત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, આપઘાતને હાર્ટ એટેકમાં ખપાવી દેનારની ભૂમિકા આવી સામે

રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના 65 વર્ષીય મહંત સાધુ જયરામદાસનું 1 જૂનના રોજ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા હોવાનું તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ જાહેર કરી અને હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી. જેમાં હવે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેમાં એક ખુલાસો મહંતની કામલીલાનો વીડિયો બનાવી તેમને બ્લેકમેઇલ કરવાનો પણ સામે આવ્યો હતો.

આપઘાતને કુદરતી મોતમાં ખપાવવામાં દેવ હોસ્પિટલના ડો.નિમાવતની વરવી ભૂમિકા સામે આવી છે. ડો. નિમાવતના કહેવાથી ડો. કારેલીયાએ મહંતનું ડેથ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે ઓરીજીનલ ડેથ સર્ટિફિકેટ પણ કબ્જે કર્યું છે. તો આ બાબતે મહંત સાથેના વીડિયોમાં દેખાયેલી એક યુવતી પોલીસ સમક્ષ હાજર થઈ હતી અને તેણે પોલીસ સમક્ષ નિવેદન પણ આપ્યું છે. જેમાં ઘણી બાબતો સામે આવી છે.

યુવતીના જણાવ્યા અનુસાર મહંત સતત રાત્રે આશ્રમમાં રોકાઈ જવાનુ કહેતા હતા. મહંત ક્યાં કારણોથી યુવતીને આશ્રમમાં રોકાઈ જવાનુ કહેતા તેની સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. યુવતીએ મહંતના ભત્રીજા અલ્પેશને વાત કરતા તેણે જ મહંત સાથે યુવતીનો વીડિયો ઉતાર્યો હતો. આ યુવતી બીજી કોઈ નહીં, પરંતુ મહંતની જ ભત્રીજી હોવાનું સામે આવ્યું છે. ભત્રીજાએ જ કૌટુંબિક બહેન પાસે વીડિયો બનાવી બાપુને હનિટ્રેપમાં ફસાવ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.

તો આ ઉપરાંત યુવતીએ પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, આરોપી અલ્પેશની મદદથી મહંત સાથે તેના રૂમમાં જતા વીડિયો ઉતાર્યો હતો. વીડિયોના અંતમાં વીડિયો ઉતરી ગયો છે હવે નીકળો તેવું પણ કોઈ બોલતા હોય તેવું સંભળાય છે. મહંતના યુવતી સાથેના આવા 6 આપત્તિજનક વીડિયો છે. હાલ એક વીડિયો બહાર આવ્યો છે. મહંતના આપધાતની વિજ્ઞાનીક ઢબે તપાસ થશે. પોલીસની ચાર ટીમો તપાસમાં લાગી છે.

Niraj Patel