વલસાડમાં જુડોની સ્પર્ધામાં ભાગ લઈને પરત ફરી રહેલી રાજકોટની ટીમને નડ્યો અકસ્માત, 4 ખેલાડી અને કોચ સહીત 5ના મોત

રાજ્યભરમાં ઠેર ઠેર અકસ્માતના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણા માસુમ લોકો પોતાનો જીવ ગુમાવવવી રહ્યા છે. ત્યારે ગત 26થી 28 ડિસેમ્બરના રોજ વલસાડમાં યોજાયેલ રાજ્યકક્ષાની અંડર-19 જુદો સ્પર્ધામાં ભાગ લઈને રાજકોટ પરત ફરી રહેલા 14 ખેલાડીઓ અને કોચ સહિતની ટીમને બગોદરા પાસે ગંભીર અકસ્માત નડ્યો.

આ ગમખ્વાર અક્સ્માતની અંદર બે આશાસ્પદ ખેલાડીઓ અને એક કોચનું નિધન થયું હતું, જેના કારણે શોકનો માહોલ ફરી વળ્યો હતો. આ ઉપરાંત 10 ખેલાડી અને અન્ય કોચને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે આજરોજ અમદાવાદમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ધનવાન ગઢીયા અને અંકિત પાલે પણ અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનામાં કુલ ચાર ખેલાડીઓ અને કોચ સહિત પાંચ વ્યક્તિનાં મૃત્યુ નિપજ્યા છે. આ તમામ ખેલાડીઓ તુફાન ગાડીમાં બેસી અને ટુર્નામેન્ટ રમવા ગયા હતા જ્યાંથી તે પાર્ટ ફરી રહ્યા હતા ત્યારે બગોદરા તારાપુર હાઈવે પર ટ્રક પાછળ તુફાન કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.

રાજકોટની ન્યુ એરા સ્કૂલ વિદ્યાર્થી ધનવાન મનીષભાઇ ગઢીયાના મૃતદેહને અંતિમવિધિ  તેમના વતન સાવરકુંડલા ખાતે થઇ હતી.  જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને સમગ્ર માહોલ પણ ગમગીન બન્યો હતો, પરિવાર જનોના હૈયાફાટ રુદનથી સમગ્ર માહોલ પણ કાળજું કંપાવી દે તેવો બન્યો હતો.

કોંગ્રેસ સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેટર ભાર્ગવ પઢિયારના પુત્ર હર્ષ પઢીયાર અને કોચ વિશાલ મુકેશ ઝરીયાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તો રાજકોટની ધોળકીયા સ્કૂલમાં અભ્યાસ કરતી પોરબંદરની ખેલાડી ઈશુની બોખીરીયાની અંતિમ યાત્રામાં પણ  પરિવારજનો અને સ્નેહીજનો હિબકે ચડતા ભારે કરુણાંતિકા સર્જાઈ હતી.

Niraj Patel