ઘરમાં કામવાળી રાખતા પહેલા સાવધાન ! રાજકોટમાં ઘરમાંથી 7 લાખથી વધુની મત્તાની કામવાળીએ કરી ચોરી, નોકરીમાં રહ્યાના બીજા જ દિવસે કરી ગઇ કાંડ

કામ કરવાના આળસુઓ, કામવાળી રાખતા પહેલા ચેતજો! રાજકોટમાં ઘરમાંથી 7 લાખથી વધુની મત્તાની કામવાળીએ કરી ચોરી,

Alert For Online Maid Service : ગુજરાતમાંથી ઘણીવાર ચોરીના કિસ્સા સામે આવે છે, જેમાં લાખો હજારો-લાખો રૂપિયા રોકડા તેમજ દાગીનાની ચોરી થતી હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નિર્મલા રોડ પર સિલ્વર આર્ક એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રાંચીબેન કોટેચાએ ઓનલાઈન એજન્સીમાંથી એક કામવાળી બોલાવી અને આ કામવાળી નોકરી પર રહ્યાના બીજા જ દિવસે કાંડ કરી ગઇ. આ કિસ્સો બોલિવુડની ફિલ્મ હેપ્પી ભાગ જાયેગી જેવો છે. આ ફિલ્મમાં દુલ્હનને લુટેરી બતાવવામાં આવી છે.

તેવી જ રીતે રાજકોટની એક મહિલાએ જસ્ટ ડાયલ વેબસાઈટ પરથી ઓનલાઇન કામવાળી શોધી પણ પણ તેને ક્યાં ખબર હતી કે આ કામવાળી લુટેરી નીકળશે. બે દિવસમાં જ આ કામવાળી રાજકોટથી લાખોની ચોરી કરી રફુચક્કર થઈ ગઈ. જો કે, આ મામલાની ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી બકાલીના સ્વાંગમાં કામવાળીને ઝડપી પાડી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ કામવાળી એવી શાતિર નીકળી કે તેણે જે ચોરી કરી હતી તે રકમ સીલીંગ ફેનના રેગ્યુલેટરમાં છુપાવી દીધી હતી,

જે પોલીસ દ્વારા કબજે કરાઇ હતી. કામવાળી 9.70 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી દિલ્હી ભાગી ગઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે માહિતીના આધારે દિલ્હીના મોડ વિસ્તારમાં શાકભાજી વેચનારનો વેશ ધારણ કરી મૂળ ઝારખંડની અનુદેવી ઉર્ફે સોની શક્તિકુમાર મિશ્રાને પકડી પાડી હતી અને રૂ.7.24 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જે બાદ તેને ગાંધીગ્રામ પોલીસને હવાલે કરી હતી.

જે બાદ કામવાળીના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને તપાસ કરતા તેની પાસેથી ત્રણ આધારકાર્ડ મળી આવ્યા હતા. આરોપી કામવાળી મૂળ ઝારખંડના રામગઢના દુદુઆ ગામની વતની છે. દિલ્હીના સાગરીત શ્યામ અને વિશાલ સાથે મળી અલગ અલગ રાજ્યોમાં ઘરકામ માટેની મહિલા બનીને હાથફેરો કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતી હતી.વિશાલ અને શ્યામ બંને પ્લેસમેન્ટ એજન્સી ચલાવતા હોવાનો તેમજ જસ્ટ ડાયલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સામે આવ્યુ હતું.

દિલ્હીના સાગરીત શ્યામ અને વિશાલનું નામ ખૂલતાં પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે. સેવાસીમાં આવેલ 301, સ્પેન્સર એક્સ એપાર્ટમેન્ટ નેકસ્ટ ટુ વિસેન્ઝા હાઈટ્સ બંગલોઝમાં છેલ્લા બે મહિનાથી રહેવા ગયેલા કરિશ્માબેન પરીખ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ ગોરવા જી.આઇ.ડી.સી.માં આવેલી મશીન સ્પેર પાર્ટ્સ બનાવવાની કંપનીમાં ડાયરેક્ટર છે અને પતિને મુંબઈમાં ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે.

ત્યારે તેમણે માસિક રૂપિયા 5 હજારના પગારમાં કામવાળી રાખી હતી. 29 એપ્રિલના રોજ મુંબઈમાં રજનીકાંત પરીખનાં માતા-પિતાની 50મી મેરેજ એનિવર્સરી હોવાથી તેઓ ગોલ્ડન જ્યુબિલી ઊજવવાના બતા અને આ માટે તેઓ 30 એપ્રિલના રોજ બપોરના સમયે કામવાળી રશ્મિકાએ મકાન માલિક કરિશ્માબેન પરીખને ફોન કર્યો અને છ-સાત દિવસની રજા માગી. તેણે જણાવ્યું હતું કે, 3 મેથી કામ ઉપર આવીશ નહીં. બીજી કામવાળી શોધી લેજો.

આટલુ કહ્યા બાદ તેણે ફોન કટ કરી દીધો હતો. જ્યારે પરિવાર મુંબઈથી પરત ફર્યો અને ત્રણ દિવસ પહેલાં કાશ્મિરાબેન દીકરા આર્યનો યુએસએનો વિઝા વેલિડ છે કે નહીં તે ચેક કરવા માટે પાસપોર્ટ કાઢવા ડ્રેસિંગ રૂમનું લોકર ખોલ્યું અને જોયુ તો લોકરમાંથી આઠ સોનાની બંગડી, સોનાની આશરે 40 ગ્રામ વજનની ચાર ગીની, સોનાની એક મોટી ગીની (બિસ્કિટ) મળી કુલ 7 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના ભરેલી મૂકેલી કપડાંની થેલી ન જોવાઇ.

જેને લઇને કરિશ્માબેન પરીખે કામવાળી રશ્મિકા માળીને ફોન કર્યો તો તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. જે બાદ તેણે કામવાળીના પતિ અને સસરાને પણ ફોન કર્યો પણ તેમનો પણ સ્વિચ ઓફ આવતો હોવાથી કરિશ્માબેનને ખાતરી થઈ ગઇ કે સોનાના દાગીનાની ચોરી કામવાળી રશ્મિકા માળીએ જ કરી છે. તે બાદ તેમણે તાલુકા પોલીસને જાણ અને ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તુરંત પહોંચી અને તપાસ શરૂ કરી.

Shah Jina