ખબર

રંગીલા રાજકોટમાં 23 વર્ષનો ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડ્યો અને ઘર છોડીને ભાગી ગયો – હવે થયો મોટો ખુલાસો

હાલ સમગ્ર દેશમાં ડગ ઘણુ જ ચર્ચામાં છે. બોલિવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન જયારથી ડગ કેસમાં ફસાયો છે ત્યારથી આ શબ્દ વારંવાર સાંભળવા મળી રહ્યો છે. આર્યન સાથે સાથે બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે પણ NCBના રડાર પર આવી ગઇ છે. હવે આ બધા વચ્ચે રંગીલા રાજકોટમાં ડગનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઘર છોડીને નાસી ગયેલ એ દીકરાને શોધવા માટે અને ડગનું રેકેટ પકડી પાડવા માટે રાજકોટ પોલિસનું ઓપરેશન સફળ થયુ છે. રાજકોટમાં અંડર-19 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમી ચૂકેલ ક્રિકેટરની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે તેમનો દીકરો ડગના રવાડે ચઢી ગયો છે અને ચિઠ્ઠી લખી તે ઘર છોડી જતો રહ્યો છે.

રાજકોટ પોલિસે આ મહિલાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે પોલિસે રેસકોર્સ રોડ પર આવેલ એક હોટલમાંથી આ ક્રિકેટર અને તેની પૂર્વ પત્નીને ડગ લેતા ઝડપી પાડ્યા હતા. માતાએ આ બાબતે જણાવ્યું હતું કે, ડગ પેડલરોને કારણે યુવાનો ડગના રવાડે ચઢ્યા છે. મારો દીકરો આજે 2:30 વાગ્યે ઘરે ચિઠ્ઠી મૂકી જતો રહ્યો હતો. મારા પુત્રને ડગની લત લાગેલી છે. મેં ડગ માફિયાઓની માહિતી પોલીસને આપવા છતા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મારે હવે ન્યાય જોઈએ છે.

આ ક્રિકેટરની માતાએ ગઇકાલના રોજ ડગના કારોબારને લઇને પોલિસ વિરૂદ્ધ આક્ષેપ કર્યા હતા. આ ક્રિકેટર વર્ષ 2015-16થી ડગ લેતો હોવાનું પણ સામે આવ્યુ છે. તે તેની પૂર્વ પત્નીની ચઢામણીને કારણે આવા ડગના રવાડે ચઢ્યો હતો અને તે ઘણીવાર ડગના નશાામાં તેની માતા સાથે ઝઘડતો પણ હતો. આ મહિલાનો પુત્ર આકાશ અને તેની પૂર્વ પત્ની અમી બંને રેસકોર્સ પાસે આવેલ શિવશક્તિ હોટલના એક રૂમમાં મળી આવ્યા હતા. તેમનો સામાન ચેક કરતા ગાદલા પરથી એક ખાલી અને એક થોડુ ભરેલુ તેમજ એક પૂરુ ઇંજેક્શન મળી આવ્યુ હતુુ. તેમની સાથે અન્ય એક વ્યક્તિ ઇરફાન પણ મળી આવ્યો હતો.

ત્રણેય અનુસાર MD ડગ ઇંજ્કેશનમાં હોવાનું જણાયુ છે. તેઓ ઇન્જેક્શન મારફતે નશો કરતા. ત્રણેયના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ અંગે DCB પોલિસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.મુદ્દામાલ FSL ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આકાશ અને અમીને યોગ્ય કાઉન્સિલર દ્વારા કાઉન્સેલિંગ કરી અને તેમને આવી લત  છોડાવવા માટે રિહેબિલિટેશન માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. આકાશ અને અમીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા અને તેઓના 10 દિવસમાં જ છૂટાછેડા થઇ ગયા હતા. બાદમાં તેમણે લગભગ ચારેક મહીના બાદ ફરી લગ્ન કર્યા હતા અને વર્ષ 2020માં ફરી છૂટાછેડા લીધા હતા.