હે રામ, 22 વર્ષની યુવતીનો મૃતદેહ કલાકો સુધી રોડ પર પડ્યો રહ્યો, જાણો સમગ્ર મામલો
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની ખબર સામે આવે છે, ત્યારે હાલમાં રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ટુ-વ્હીલર પર જતી 22 વર્ષિય યુવતિને ટ્રકે અડફેટે લીધી હતી, જેને કારણે તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી.
જો કે, પરિજનોનો આક્ષેપ છે કે અકસ્માતના 3 કલાક સુધી પણ યુવતીનો મૃતદેહ ત્યાં જ પડી રહ્યો હતો. પરિવારે અકસ્માત માટે તંત્ર અને ટ્રક ચાલકને જવાબદાર ગણાવ્યો. પ્રાપ્ત વિગત અનુસાર, 22 વર્ષિય હેતવી મોરડીયા રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડથી સનસાઈન કોલેજમાં જઈ રહી હતી.
આ દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે ટુ-વ્હીલરને અટફેડે લીધું અને અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો. અકસ્માતમાં હેતવીનું મોત થયું, જ્યારે અન્ય એક યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થઇ. યુવતી એમબીએના પહેલા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી હતી.
મૃતકના પરિવારનો આરોપ છે કે, 108 અને પોલીસને જાણ કરતા એમ્બ્યુલન્સવાળાએ કહ્યું કે આમનું મોત થઈ ગયું છે. જે પછી પોલીસને બોલાવતા શિફ્ટ પૂરી થઈ ગઈ હોવાનું કહીને બીજા આવશે એમ કહિયુ અને લગભગ 3 કલાક સુધી રોડ પર મૃતદેહ પડ્યો રહ્યો.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં