રાજકોટના બિઝનેસમેનના લગ્ન થયા હતા જોધપુરના ઉમેદ ભવનમાં…બપોરે છે 18000 રૂપિયાની થાળી- જુઓ ભવ્ય સ્વાગત

ગર્વ છે, ગુજરાતી છું…હોટલમાં એક થાળીનો ભાવ 18 હજાર છે અને નાઈટ રૂમની ૭.૫ લાખ…જુઓ અંદરના PHOTOS

રંગીલા રાજકોટ શહેરના ખુબ જ ફેમસ ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી અને સોનલબેનનાં દીકરા જયનાં રજવાડી લગ્ન 14-15-16 નવેમ્બરનાં રોજ મોરબીનાં ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલ અને શીતલબેનની દીકરી હેમાંશી સાથે રાજસ્થાનના જોધપુરમાં ઉમેદભવન પેલેસ ખાતે યોજાયા હતા.

આ બાબતે રજવાડી લગ્નની ભવ્ય જાન બે ચાર્ટર્ડ પ્લેન અને એક એરબસમાં રવાના થઈ હતી. જ્યાં બેન્ડ-વાજા સાથે જાનૈયાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે બિઝનેસમેન મૌલેશભાઈ ચાર્ટર ફ્લાઇટમાં જોધપુર જવા રવાના થયા છે. અને બીજા ગેસ્ટ માટે ઈન્ડિગો અને સ્પાઈસજેટનાં બે ચાર્ટર ફ્લાઇટ અને એક એર બસ બુક થઇ છે.

એમાં ઈન્ડિગોનું 78 સીટર ચાર્ટર પ્લેન રાજકોટથી જોધપુર માટે રવાના થયું છે. જ્યારે આવતીકાલે તારીખ 14મીએ સવારે 9 વાગ્યે સ્પાઇસજેટની 78 સિટની કેપેસિટી સાથેનું ચાર્ટર અને 186 સીટની ક્ષમતા ધરાવતી એરબસ પણ મહેમાનોને લઈને ઉડાન ભરશે. તમને જણાવી દઈએ કે આ એ જ પેલેસ છે જ્યાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પરણ્યા હતા.

ત્યારે આ લક્ઝુરિયસ પેલેસમાં પોતાના પુત્રના લગ્ન યોજનારા રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ પટેલ-ઉકાણી કોણ છે? એ જાણવા સૌકોઇ ઉત્સુક હશે. તો અત્યારે જ તમને જણાવી દઈએ કે મૌલેશ ઉકાણી સેસા હેઇર ઓઇલની બ્રાન્ડની માલિક છે અને આખી દુનિયામાં ફેમસ છે.

તેઓ પોતાની આ જાણિતી બ્રાન્ડ સેસાને 1200 કરોડ રૂપિયામાં વેચીને માલામાલ થયા હતા. એટલું જ નહીં એક સમયે મૌલેશ ઉકાણીએ મસમોટો એડવાન્સ ટેક્સ ભરીને પણ બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું.

આ વૈભવી પેલેસમાં લગ્ન યોજવાની સાથે તેમના દિકરોના લગ્નમાં એક કંકોત્રી પાછળ આશરે 7હજારનો ખર્ચો કરવાની બાબતને લઇને પણ ચર્ચામાં આવ્યા હતા… તેમને તેમની હેર ઓઇલ બ્રાન્ડનો મોટાભાગનો હિસ્સો રૂ 1250 કરોડમાં વેચ્યો હતો.

તેમની આ કંપનીને પ્રાઇવેટ ઇકવીટી એટલેકે વિવિધ કંપનીઓમાં હિસ્સો લઇને તેના નફામાં ભાગીદાર બનતી કંપની ટ્રુ નોર્થને 75 ટકા હિસ્સો વેચ્યો હતો અને હજુ મૌલેશભાઇ 25 ટકા હિસ્સો ધરાવે છે.

બિઝનેસમેન પોતાની કંપનીના ટ્રાન્સ્પરેન્ટ વ્યવહારથી કરોડો રૂપિયા એડવાન્સ કર ભરીને રાજકોટ-સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યુ છે. તેવા અહેવાલ મીડિયામાં 2018માં બહાર આવ્યા હતા. કંપનીએ તેના વ્યવહારોને પગલે અને તેની બ્રાન્ડની ગુણવત્તાને કારણે સૌરાષ્ટ્રમાં નામના પ્રાપ્ત કરી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં આવડો મોટો એડવાન્સ ટેક્સ ભરનાર તેમની કંપની પ્રથમ હતી.

આ કંકોત્રી 4 કિલો વુડન બોક્સમાં બનાવવામાં આવી છે અને આ કંકોત્રી કોઇ ખજાનાનો સંદૂક હોય તેવી લાગી રહી છે. કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. મૌલેશ ઉકાણી રાજકોટના જાણિતા ઉદ્યોગપતિ છે. તેમના દીકરા જયના લગ્ન મોરબીની આજવીટો ટાઇલ્સના માલિક અરવિંદભાઇ પટેલની દીકરી હેમાંશી સાથે થઇ રહ્યા છે.

YC