હાર્ટ એટેકનો કહેર ! રાજકોટમાં 12 કલાકમાં 4 લોકોને ભરખી ગયો હાર્ટ એટેક

ગુજરાતીઓનો કાતિલ હાર્ટએટેક : આજે 4 લોકોના મોત, શાકભાજીનો વેપારી કામ કરતા કરતા ઢળી પડ્યો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોતના કેસો સતત વધી રહ્યા છે, નવરાત્રિ દરમિયાન પણ આ સિલસિલો યથાવત રહ્યો. ત્યારે હાલમાં જ રાજકોટમાંથી ખબર આવી કે છેલ્લા 12 કલાકમાં હાર્ટ એટેકથી 4 લોકોના મોતને ભેટ્યા. જેમાં એક શિક્ષકનો પણ સમાવેશ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજકોટમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને આ આંકડો પહેલા પણ કરતા પણ વધી રહ્યો છે, ત્યારે તાજા રિપોર્ટ પ્રમાણે છેલ્લા 12 કલાકમાં ચાર લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.

24 વર્ષીય રણજીત યાદવ કે જેઓ બિહારી માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા હતા અને બકલા વિભાગમાં મજૂરી કરતા હતા, તેમને હાર્ટ એટેક આવતા અચાનક બેભાન થઇ ગયા અને પછી તેમનું મોત થઇ ગયુ. 40 વર્ષીય આશિષ અકબરી કે જે મોરબી રોડ પર આવેલા આનંદ એવેન્યૂમાં રહેતા હતા અને સવારે બેભાન થઇ જતા મોતને ભેટ્યા હતા. જો કે, આ પહેલા પણ તેમને હાર્ટ એટેકનો એક હુમલો આવી ચૂક્યો છે અને તેને કારણે તેઓ છેલ્લા 7 વર્ષથી પથારીવશ પણ હતા.

File Pic

43 વર્ષીય દિપક વેકરિયા કે જે પડધરીના રંગપર ગામના રહેવાસી છે અને તેમને સવારે છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ સારવાર દરમિયાન હાર્ટ એટેકથી મોત થયુ. મૃતક નાનાવડા ગામની લોધિકા પ્રાથમિક શાળાનો શિક્ષક છે. ઉલ્લેખનીય છે કે, હાર્ટએટેક ગુજરાતના યુવાઓનો કાતિલ બની રહ્યો છે. રોજેરોજ હાર્ટએટેકથી થતા મોતના કિસ્સા વધી રહ્યા છે. જો કે, ચોંકાવનારી બાબત તો એ છે કે યુવાઓ અને કિશોર પણ શિકાર બની રહ્યાં છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina