હાર્ટ એટેકથી રાજકોટમાં હાહાકાર, એક જ દિવસમાં 3ના મોત

લે બોલો…..ટીચર સહિત વધુ ચારનાં હાર્ટ એટેકથી મોત: રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી ત્રણ યુવાનો થળી પડ્યા

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાં હાર્ટ એટેક કહેર વરસાવી રહ્યો છે, ઘણા યુવાઓ અને કિશોરોના પણ હાર્ટ એટેકથી મોત થઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ હાર્ટ-એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. વધુ ત્રણ યુવાનોના હાર્ટ એટેકથી મોત થતા ચકચારી મચી ગઇ છે. જો કે, મોતનું સાચું કારણ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. પરંતુ હાલ તો હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું કહેવાઇ રહ્યુ છે.

પહેલા મામલાની વાત કરીએ તો, હાલ રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાછળ હુડકો ક્વોર્ટરમાં રહેતો અને મૂળ બિહારી 24 વર્ષિય રણજીતકુમાર યાદવ જૂના માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતો હતો. બપોરે બે વાગ્યે જ્યારે તે માર્કેટિંગ યાર્ડના બકાલા વિભાગમાં હતો ત્યારે અચાનક ચાલતા ચાલતા ઢળી પડ્યો અને તે પછી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જો કે, સારવાર મળે એ પહેલાં જ તે મોચને ભેટ્યો.

મૃતકને સંતાનમાં એક મહિનાની દીકરી છે, ત્યારે હવે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં પણ કલ્પાંત છવાયો છે. બીજા મામલાની વાત કરીએ તો, 40 વર્ષિય આશિષ અકબરી પહેલા ચાંદીકામ કરતો હતો. જો કે, 7 વર્ષ પહેલા હાર્ટ-એટેક આવતા તે પથારીવશ હતા. પરંતુ હાલમાં જ પથારીમાં તેમને એટેક આવતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યા.

મૃતક આશિષને સંતાનમાં એક દીકરી છે. જો કે, પરિવારે આ દુખની ઘડીમાં પણ આશિષની આંખોનું દાન કરી માનવતા મહેકાવી. ત્રીજા મામલાની વાત કરીએ તો, પડધરી તાલુકાના રંગપર ગામે રહેતા અને નાના વડા સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં 43 વર્ષિય દિપક વેકરીયાને પણ વહેલી સવારે 5:30 વાગ્યે પોતાના ઘરે હતા,

ત્યારે અચાનક બેભાન થઈ ગયા અને તેને પગલે તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, શારીરિક વિકલાંગ દિપકભાઈ 10 વર્ષથી સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ બે ભાઈ અને એક બહેનમાં સૌથી મોટા હતા. તેમને સંતાનમાં એક 15 વર્ષની દીકરી છે.

આ ઉપરાંત અમદાવાદ શહેર કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના મંત્રી 36 વર્ષિય વિશાલ સોલંકીનું પણ મોત થયું હોવાનું સામે આવ્યુ છે. તેઓ તેમના ચાંદખેડા ખાતેના નિવાસ સ્થાને હતા, ત્યારે જ અચાનક હાર્ટ-એટેક આવતા મોત થયું હતુ. છેલ્લા 8 વર્ષ કરતા પણ વધુ સમયથી વિશાલ સોલંકી કોંગ્રેસમાં કાર્યરત હતા.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina