રાજકોટમાં દારૂબંધીના જાહેરમાં ઉડ્યા લીરે-લીરા ! વરરાજાને સ્ટેજ પર મિત્રોએ પીવડાવ્યો દારૂ, વીડિયો વાયરલ થતા થયા એવા હાલ કે…

ભાઈબંધના લગ્નમાં હરખમાં આવીને મૂર્ખાઈ ન કરતા, રંગીલા રાજકોટમાં વરરાજાને જાહેરમાં મિત્રએ દારુ પીવડાવ્યો પછી જુઓ પોલીસે બધાની કેવી હાલત કરી નાખી

ગાંધીના ગુજરાતમાં જ્યાં એક બાજુ દારૂબંધીની વાતો કરવામાં આવે છે, ત્યાં બીજી બાજુ ગણીવાર દારૂ પકડાવવાના કે કોઇ પ્રસંગમાં દારૂની રેલમછેલ થવાના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે હાલમાં જ રાજકોટમાંથી દારૂબંધીના જાહેરમાં લીરે લીરા ઉડ્યાના સમાચાર વાયરલ થઇ રહ્યા છે. આ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, વરરાજાને તેના કેટલાક મિત્રો સ્ટેજ પર દારૂ પીવડાવી રહ્યા છે. આ વીડિયો એ હદ સુધી વાયરલ થયો હતો કે પ્રદ્યુમનનગર પોલિસ સુધી પહોંચ્યો હતો અને આ મામલે વરરાજા અને તેના મિત્રોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના પરસાણનગરમાં એક લગ્નપ્રસંગમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. 14 તારીખના રોજ યોજાયેલ લગ્ન પ્રસંગમાં સગા સંબંધી કે મિત્રો દ્વારા વરરાજાને જાહેરમાં સ્ટેજ પર દારૂ પીવડાવવામાં આવ્યો હતો. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલિસના હાથે લાગી ગયો હતો અને તે બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે, વરરાજા સાથે કેટલાક છોકરાઓ સ્ટેજ પર છે, જેઓ પહેલા પૈસા ઉડાવી રહ્યા છે, અને ડીજેના તાલે નાચી રહ્યા છે.

ત્યારે જ એક વ્યક્તિ પાછળથી આવે છે, જેના હાથમાં દારૂની બોટલ હોય છે અને તે વરરાજાને દારૂ પીવડાવી રહ્યો છે. આ વીડિયો હાલ સો.મીડિયામાં જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પોલિસના ધ્યાને આવતા જ તપાસ કરવામાં આવી, જેમાં વરરાજા અને તેના મિત્રની ધરપકડ કરવામાં આવી છે.  હાલ તો પોલિસ એ તપાસ કરી રહી છે કે આ દારૂની બોટલ કયાંથી આવી.

પોલિસ દ્વારા જે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી એકનું નામ ચિરાગ ઢાંકેચા અને બીજાનું નામ કપિલ વાણિયા હોવાનું સામે આવ્યુ છે. હવે જોવાનું એ રહ્યુ કે, આ ઘટના મામલે આગળ પોલિસ દ્વારા શું પગલા લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પહેલા પોલિસ દ્વારા એવું કહેવામાં આવ્યુ હતુ કે જો દારૂ પકડાશે તો તેનો બુટલેગર કોણ છે અને દારૂ કયાંથી સપ્લાય થયો તેની તપાસ કરવામાં આવશે.

Shah Jina