સવારે દાદી તો સાંજે પૌત્ર ! રાજકોટમાં એક જ દિવસમાં મામૂલી બીમારીએ દાદી-પૌત્રનો ભોગ, પરિવારમાં કરુણ આક્રંદ

ગુજરાતમાંથી અવાર નવાર મોતના કિસ્સાઓ સામે આવતા રહે છે અને ઘણીવાર બીમારીઓને કારણે મોત થતા હોવાના પણ કિસ્સા સામે આવે છે. ત્યારે ખબર હાલ રાજકોટમાંથી સામે આવી રહી છે. શહેરમાં તાવ કાળ બન્યો છે અને એક જ પરિવારના બે સભ્યના મોત થયા છે. રાજકોટમાં મેલેરિયા તાવ જોખમી બની રહ્યો છે અને મેલેરિયા તાવે જંગલેશ્વરમાં એક જ પરિવારના બે લોકોનો જીવ પણ લઇ લીધો છે. 67 વર્ષીય દાદી અને 9 વર્ષના પૌત્રનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

પરિવારે એક જ દિવસમાં બે સ્‍વજન ગુમાવતાં વજ્રઘાત થયો હતો. જણાવી દઇએ કે, ઉલ્લેખનીય છે કે, 97 વર્ષિય વૃદ્ધાને સિવિલ હોસ્પિટલમાં મલેરિયા રોગની સારવારને લઇને દાખલ કરવામાં આવ્યા હતા અને પૌત્ર પણ તાવ-કળતરથી પીડાતો હોવાને કારણે સારવાર માટે તેને પણ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે, ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત નીપજ્યું હતું. 67 વર્ષિય ઉષાબેન પીઠડિયાને કેટલાક દિવસથી તાવ જેવું હોવાને કારણે તેમને ગત શનિવારના રોજ ગુંદાવાડી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં

અને તેમને ત્યાંન મલેરિયાની અસર હોવાનું નિદાન થયુ હતુ, તે બાદ તેમની સારવાર ચાલુ હતી. પરંતુ તેમના મોત બાદ પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જો કે, તેમની અંતિમવિધી આટોપી સાંજ પડી ત્‍યાં તો મૃતકના પૌત્ર દ્વારકેશનું પણ 9 વર્ષની ઉંમરે મોત થતા પરિવારમાં કરુણ આક્રંદ છવાયો હતો. દ્વારકેશની તબિયત બગડતા તેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું પણ ટૂંકી સારવારને અંતે મોત નીપજ્યુ હતુ. આમ, પરિવારમાં એક જ દિવસમાં બે સ્‍વજનોના મોતથી કલ્‍પાંત સર્જાયો હતો.

દ્વારકેશ બે ભાઇમાં મોટો હતો અને ધોરણ 4માં અભ્‍યાસ કરતો હતો. દ્વારકેશના પિતા ધર્મેશભાઇ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે, તેઓએ જણાવ્‍યું હતું કે હજુ તો ગઇકાલે સવારે જ માતાની અંતિમવિધી નિપટાવી અને સાંજે તેમના લાડકવાયા એવા કંધોતરને જ કાંધ દેવાની વેળા આવી પડી. દ્વારકેશને બે-ત્રણ દિવસથી તાવ હતો અને તેને કારણે તેણે દવા લીધી હતી. જે પછી તેણે હાથ-પગ દુઃખતા હોવાની ફરિયાદ કરતા ગત સાંજે અચાનક જ તેની તબિયત બગડતાં હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યો અને પરંતુ તેનો જીવ બચી શક્‍યો નહિ.

Shah Jina