છેલ્લા 1 મહિનાથી નેહલ દોમડીયાને પેટમાં દુખતું હતું, પપ્પા આટલું બોલ્યા અને દીકરીએ આત્મહત્યા કરી નાખી, પરીવારમાં આક્રંદ….

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલા સામે આવે છે. ઘણા લોકો પ્રેમ સંબંધમાં તો ઘણા લગ્નેતર સંબંધમાં તો ઘણા આર્થિક તંગીને કારણે અથવા તો આજકાલ તો ઘણા લોકો કોઇકની વાતનું લાગી આવતા આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. યુવતીના આપઘાત પાછળનું કારણ ઘણુ ચોંકાવનારું છે.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

ધોરાજીના ઝાંઝમેર ગામમાં યુવતિએ પેટના દુખાવાને કારણે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. નેહલ ડોમડીયાને છેલ્લા એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો અને મોડી રાત્રે દુખાવો વધી જતા તેણે તેના પિતાને હોસ્પિટલ જવાની વાત કરી પણ તેના પિતાએ સવારે દવા લેવા જવાનું કહેતા પુત્રીએ ઝેરી દવા ગટગટાવી લીધી. ઘટનાને લઇને તેને તાત્કાલિક સારવાર અર્થે પણ લઇ જવામાં આવી,

જો કે ટૂંકી સારવાર બાદ તેનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. ત્યારે બીજી બાજુ ઘટનાની જાણ થતાં જ ધોરાજી પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. ત્યારે આવો એક કિસ્સો સુરેન્દ્રનગરમાંથી પણ સામે આવ્યો. જેમાં પિતાએ ફોન ના આપતા પુત્રએ આપઘાત કરી લીધો હતો. યુવકે ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ હતુ.

Shah Jina