“મેં તમારી દીકરીને મારી નાખી છે અને…!” રાજકોટમાં યુવતીની હત્યા કર્યા બાદ યુવકે યુવતીના પિતાને ફોન કરીને કહ્યું…

રાજકોટની હોટલમાં મોતને ઘાટ ઉતારી દેનારી ધ્રુવા જોશીના પિતાનું છલકાયું દર્દ, કહ્યું, “જેનીશ સાથે પ્રેમ સંબંધની અમને…”

ગુજરાતમાં હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતમાં થયેલ ગ્રીષ્મા વેકરિયાની હત્યાના પડઘા તો હજુ શમ્યા નથી ત્યાં આજે રાજકોટમાંથી એક હત્યાનો બનાવ સામે આવ્યો, જેમાં પ્રેમીએ પ્રેમિકાનું પ્લાસ્ટિકની સ્ટ્રીપથી ગળું દબાવીને હત્યા કરી નાખી અને ત્યારબાદ પોતે પણ એસિડ પી લીધું.

ત્યારે હવે આ મામલામાં મૃતક યુવતીના પિતાનું દર્દ પણ સામે આવ્યું છે, યુવતીના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “ગઈકાલે સવારે મારી દીકરીઓનો ફોન બંધ આવી રહ્યો હતો અને સાંજ સુધી તે ઘરે પરત ના ફરતા અમે ફોન કર્યો હતો. જેના બાદ ફોન જેમિશે ઉપાડ્યો હતો. જેમિશે ફોનમાં કહ્યું હતું કે, “મેં તમારી દીકરીની હત્યા કરી નાખી છે અને હવે હું પણ આપઘાત કરી રહ્યો છું.”

આ ઉપરાંત મૃતક ધ્રુવા જોશીના પિતાએ એમ પણ જણાવ્યું કે જયારે અમે તેમને પૂછ્યું કે તે હાલ કઈ જગ્યાએ છો ? ત્યારે તેને જવાબ આપ્યો હતો કે તે કરણપરા રોડ ખાતે આવેલી હોટલમાં નોવામાં છે. ધ્રુવાના પિતાએ જણાવ્યું હતું કે, “શા માટે જેમિશે આ પ્રકરનું પગલું ભર્યું તેની મને કોઈ જાણ નથી. મારી દીકરીએ પણ જેમિશ સાથેના પ્રેમ સંબંધની ઘરમાં કોઈને જાણ કરી નહોતી.”

ધ્રુવાના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, “ધ્રુવાએ જેમિશ તેનો મિત્ર હોવાની ઘરમા જાણ કરી હતી, પરંતુ તેમની વચ્ચે પ્રેમ સંબંધ હશે તેની અમને કોઈ જાણ નહોતી”  પોતાની દીકરીને ન્યાય મળે તે માટે થઈને ધ્રુવાના પિતાએ જણાવ્યું હતું કે, “અમારી માંગ છે કે અમારી દીકરીની હત્યા કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે !”

Niraj Patel