યુવતિ તેના બોયફ્રેન્ડ સાથે મનાવી રહી હતી રંગરેલિયા, અચાનક આવી ગઇ દાદી અને પછી ડ્રગ્સની…આખી ઘટના જાણી આંખે ચક્કર આવી જશે

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે, ઘણીવાર આર્થિક તંગીને કારણે તો ઘણીવાર પ્રેમમાં નાસીપાસ થઇ જવાના કારણે આપઘાત કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે છોકરીના પ્રેમ સંબંધની જાણ તેના ઘરમાં કોઇને થઇ જતા તે ગભરાઇ જતી હોય છે અને આપઘાત જેવું પગલુ ભરતી હોય છે. હાલ આવી જ ઘટના રાજકોટમાંથી સામે આવી છે.

રાજકોટ શહેરમાં લગભગ ઓક્ટોબર મહિનાની 24-25 તારીખ આસપાસ એક સગીરાએ ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ મામલે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. બનાવની જાણ યુનિવર્સિટી પોલિસ સ્ટેશનને સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા જાણ કરવામાં આવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં આ યુવતિએ કહ્યુ હતુ કે, તેણે ડગ પેડલર અને તેના સાથી યુવક ત્રાસને કારણે ફિનાઇલ પીધુ હતુ, તેવું તેણે રટણ શરૂ કર્યુ હતુ.

ઘટનાની વિગત તપાસીએ તો, રાજકોટ યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન વિસ્તારમાં રહેતી એક 17 વર્ષિય સગીરાએ વહેલી સવારે ફિનાઇલ પીધુુ અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તેણે ડગ પેડલર મહિલા અને તેનો સાથી હેરાન કરતો હોવાની વાત કહી હતી. રાત્રે 11 વાગ્યા આસપાસ ડગ પેડલર મહિલાનો ભાગીદાર એક છોકરો તેના ઘરમાં આવ્યો હતો અને ધમકાવી ગયો હતો અને આને કારણે જ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું રટણ કર્યુ હતુ. સગીરાનો પરિવાર અગાઉ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતો હતો અને તે એક ભાઇથી મોટી છે. તે બ્યુટી પાર્લર ચલાવતી હતી અને બે મહીનાથી તે તેના પરિવાર સાથે અહીં ભાડે રહેવા આવી હતી.

સગીરાએ પોલિસને જણાવ્યું કે, તેઓ અગાઉ જ્યાં રહેતાં ત્યાં બ્યુટી પાર્લરમાં તે સગીરા બેસતી ત્યારે એક મહિલા આવી હતી. તેણે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી અને તેના પર્સમાંથી વસ્તુ કાઢવાનું કહ્યુ, તે બાદ મેં અંદરથી એક પડીકા જેવું કાઢ્યુ અને આ વખતે જ તેણે સગીરાનો ફોટો પાડી લીધો. તે બાદ એ મહિલાએ કહ્યુ હતુ કે હું તને જે પડીકા આપું તે તારે તારા પાર્લરમાં મારા કહેવાથી જે લોકો આવે તેને આપી દેવાના. જો તું આવું નહિ કર તો તારો ફોટો મેં પાડી લીધો છે, એ પડીકામાં ડગ છે અને તું પણ હેરાફેરી કરે છે તેવું હું કહી દઇશ. આ ધમકી આપ્યા બાદ અવાર નવાર તે પડીકા આપી જતી હતી અને અજાણ્યા લોકો આવીને લઇ જતાં હતાં. તેમાં ડગ હોવાનું મને લાગતું હતું.

પ્રતિકાત્મક તસવીર

આ બાબતે સગીરાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં બે મહિનાથી તેઓ અલગ એડ્રેસ પર રહેવા આવી ગયા છે. ગત રાતે મારા માતા-પિતા બહાર હતાં. હું અને દાદી એકલા ઘરે હતાં. એ વખતે રાત્રે લગભગ અગ્યાર વાગ્યા આસપાસ એક છોકરો મારા ઘરમાં ઘુસી ગયો હતો. તે ડગ પેડલર મહિલાનો પાર્ટનર હતો. તેણે મને પાર્સલ પાછળના ભાગે પહોંચાડી દેવા કહેતાં મેં ના પાડતાં તેણે ધમકી દીધી હતી અને દાદીમા જાગી જતાં તે ભાગી ગયો હતો. તેની ધમકીને કારણે હું ગભરાઇ ગઇ હતી અને આખી રાત મુંજવણમાં રહ્યા બાદ સવારે ફિનાઇલ પી લીધુ અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હવે આ યુવતિની કહાની સાચી છે કે નહિ તે તો પોલિસ તપાસ બાદ જ ખબર પડશે.

Shah Jina