રાજકોટની હોટલની શર્મનાક કરતૂત ! યુવતિનો કપડા વગર ડાંસ વીડિયો વાયરલ, આ કંઇ મંદિર નથી કે લોકો અહીં પૂજા કરે- મેનેજર

રાજકોટ તો ખરેખર ‘રંગીલું’ નીકળ્યું…5 સ્ટાર હોટેલમાં યુવતીએ બધા કપડાં ઉતારીને કર્યો ગંદો ડાન્સ- જુઓ

ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કેટલીક ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવી રહી છે, ત્યારે રાજકોટમાંથી હાલ જે કિસ્સો સામે આવ્યો છે, તેનાથી તો રંગીલા રાજકોટની ગરિમા લજવાઇ ગઇ છે. રાજકોટના પોશ એરિયામાં એક ખ્યાતનામ  5 સ્ટાર હોટલમાં એક યુવતિનો કપડા વગરની હાલતમાં ડાંસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને હાલ તો આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલો છે. હાલ તો આ મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવતિ કોઇ મોડલ કે અભિનેત્રી હોઇ શકે છે.

રાજકોટના યાજ્ઞિક રોડ પર ઈમ્પીરિયલ પેલેસ નામની હોટલ આવી છે અને ત્યાં જ યુવતિનો કપડા વગરની હાલતમાં ડાંસ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રાજકોટની ક્રાઇમ બ્રાંચ હરકતમાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ હોટલના મેનેજરનુ નિવેદન સામે આવ્યુ છે, જે ખરેખર ચોંકાવનારુ છે.

આ વાત પોલિસ સુધી પહોંચતા જ પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તે બાદ રાજકોટની ક્રાઇમ બ્રાંચ ટીમ તાત્કાલિક હોટલ પહોંચી હતી, તે બાદ દિવ્યભાસ્કરને પોલિસના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ યુવતિ ઘણી સ્વરૂપવાન હતી અને આ જે પાર્ટી થઇ હતી હોટલમાં તે આ પહેલા મોરબીમાં થવાની હતી. પરંતુ વરસાદના કારણે તેમણે ઇમ્પિરિયલ હોટલનો મોંઘો રૂમ જેનો નંબર 608 હતો તે બુક કરાવ્યો હતો. આ ઉપરાંત ત્યાં 20 હજાર રૂપિયા જેટલુ એક રાતનું ભાડુ હોય છે.

આ યુવતિ રાતના 12 વાગ્યે મુંબઇથી રાજકોટ આવી હતી અને સવારે 6 વાગ્યા આસપાસ તે મુંબઇ પરત ફરી હતી. પોલિસ આ બાબતે CCTV ફુટેજ, રજિસ્ટર અને અંદર-બહાર આવવા-જવાનો ડેટા તપાસી રહી છે. આ વીડિયો કોણે ઉતાર્યો તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ યુવતિ મુંબઇથી રાજકોટ આવી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. તેમજ યુવતિને મોરબીના ઉદ્યોગપતિ દ્વારા બોલાવવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે, આ વાયરલ વીડિયો લગભગ એક સપ્તાહ પહેલાનો હોવાનું સામે આવ્યુ છે. આ વીડિયો જેણે ઉતાર્યો તેણે સામેની બાજુથી ઊંચા બિલ્ડિંગમાંથી ઉતાર્યો હોવાનું સામે આવી રહ્યુ છે.

આ હોટલના મેનેજરે કહ્યુ હતુ કે, આ વીડિયો એડિટિંગ કરી કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. હોટલમાં આવતા રૂમની અંદર શું કરે છે એ અમે થોડું જોવા જઇએ છીએ. આ તો કાંઈ થોડુ મંદિર છે કે અહીં લોકો પૂજા કરે. પોલીસ તપાસમાં જે આવશે એમાં અમે સહયોગ આપીશું. હોટલ પર પહોંચ્યા બાદ PSI અને તેમની ટીમના માણસો દ્વારા હોટલ સ્ટાફની કાર્યવાહીના ભાગરૂપે પૂછપરછ કરવામાં આવી હતી. તો સાથે જ જરૂરી દસ્તાવેજની ચકાસણી કરી હતી અને CCTV ફૂટેજ ચેક કર્યા હતા.

આ બાબતે મેનેજરે આગળ કહ્યુ હતુ કે, વીડિયો ક્યારે ઉતારવામાં આવ્યો એની પણ હજુ કોઈ તપાસ થઈ નથી. આમાં ગંદા વીડિયો જેવું છે જ નહીં. વીટીવીના રીપોર્ટ અનુસાર આ મહેફિલનો વીડિયો હોટેલની બાજુની બિલ્ડિંગમાંથી ઉતારવામાં આવ્યો હોય તેવું બની શકે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હોટલમાં ગંદી હરકતો થઈ રહી છે. યુવતી કપડા વગરની હાલતમાં ડાન્સ કરી રહી છે અને આ તમાશો શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ જોઈ રહ્યા છે.ત્યારે હવે પોલિસ આ બાબતે  તપાસ કરી રહી છે કે, હોટેલનો રૂમ કોણે બૂક કરાવ્યો તપાસનો વિષય છે. તે સાથે જ હોટલના છઠ્ઠા માળે આ જે તમાશો થયો તેમાં કોણ હાજર હતું તે સૌથી મોટો સવાલ ઉદભવ્યો છે.

Shah Jina