રાજકોટમાં પપ્પાએ 10 વર્ષની દીકરીની મોબાઈલની જીદ ન પૂરી કરી તો ઘર છોડી ચાલી ગઈ, એક નરાધમે બનાવી હવસનો શિકાર અને આખી રાત…

રાજકોટમાં પિતાએ ના પૂરી કરી 10 વર્ષની દીકરીની માગ તો ઘરેથી ભાગી ગઇ, રાત્રે બની દુષ્કર્મનો ભોગ, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર નરાધમો સગીરાઓને પણ હવસનો શિકાર બનાવતા હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જે હચમચાવી નાખે એવો છે. પાંચમાં ધોરણમાં ભણતી એક માસુમ બાળકી પર હોટલ તિલકનાં કર્મચારીએ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. હોટલના કર્મચારી ગૌતમ ચુડાસમાએ છોકરીની મજબૂરીનો લાભ ઉઠાવ્યો તેના પર દુષ્કર્મ આચર્યું. જો કે, પોલિસે નરાધમ ગૌતમ સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના નિર્મલા રોડ વિસ્તારમાંથી ત્રણેક દિવસ પહેલા એક 10 વર્ષની બાળકી રાતે પોતાના ઘરેથી અચાનક ગુમ થઇ ગઇ અને બીજા દિવસે સવારે જ્યારે તે મળી ત્યારે દુષ્કર્મનો શિકાર બની હોવાનું જાણવા મળ્યું. આ વાત જાણ્યા બાદ તો પરિવારના પગ નીચેથી જમીન જ સરકી ગઇ. બાળકીએ પરિવારને આપવીતી જણાવ્યા બાદ સ્થાનિક પોલીસે અપહરણનો ગુનાની ફરિયાદમાં પોક્સો સહિતની કલમ ઉમેરીને નરાધમ ગૌતમને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.

પીડિતાએ તેના પિતા પાસે મોબાઇલ અને કૂતરું લાવવાની જીદ કરી પણ જીદ ન માનતા તે ઘરેથી કહ્યા વગર જતી રહી અને રાતના અગ્યાર વાગ્યાની આસપાસ તે તેના પિતાનો મોબાઇલ અને ટુ વ્હિલર લઇને નીકળી હતી. જો કે, આ બાબતની પરિવારને જાણ થતા જ તેઓ ચિંતામાં મૂકાઇ ગયા હતા. પીડિતાના પિતા વેપારી છે અને પરિવાર દ્વારા રાતે શોધખોળ કરવા છત્તાં તેની કોઇ ખબર ન મળતા તેમણે મોડી રાતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જો કે, બીજા દિવસે સવારે દીકરી તેના માસીના ઘરેથી મળી આવી હતી. પરિવાર દ્વારા તેને જ્યારે પૂછવામાં આવ્યુ કે આખી રાત તે ક્યાં હતી તો તેણે પોતાની આપવીતી સંભળાવી, ત્યારે પરિવારનાં તો હોંશ જ ઉડી ગયા. તેણે પરિવારને જણાવ્યુ કે, જ્યારે તે ઘરેથી નીકળીને કોટેચા ચોક પાસેની કે.કે.હોટલમાં પહોંચી તો ત્યાં તેને રૂમ આપવાની ના પાડી અને પછી એક વ્યક્તિ તેની પાછળ આવ્યો અને તેને રૂમની વ્યવસ્થા કરી આપવાની વાત કરી.

જેને લઇને તે વ્યક્તિ સાથે તિલક હોટલમાં ગઇ, આ દરમિયાન નરાધમે બાળકીનો ફાયદો ઉઠાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું. જ્યારે પરિવારે પોલિસનો સંપર્ક કર્યો અને આ વાત જણાવી તો પોલિસે કોટેચા ચોક પાસેની તિલક હોટલે પહોંચી સીસીટીવી ચેક કર્યા અને આરોપી હોટેલનો જ કર્મચારી હોવાનું સામે આવ્યુ. જે બાદ પોલિસે ગુનો નોંધી તેની ધરપકડ કરી. નરાધમ આરોપી મૂળ જામજોધપુર પંથકનો છે અને તે કે.કે. હોટેલના સ્ટાફ ક્વાર્ટરમા રહે છે.

Shah Jina