ખબર

રાજકોટમાંથી આવી હચમચાવી દેનારી ઘટના સામે, પાડોશી યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે કર્યું એવું કે વાંચીને ફફડી ઉઠશો

રંગલુ રાજકોટ :‘એ સાહેબ પાડોશીના દીકરાએ મારી દીકરી જોડે વારંવાર સુખ માણીને ’ જાણો વિગત

ગુજરાતમાંથી મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ થવાની ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહે છે, ત્યારે હાલ જ એક ઘટના રંગીલા શહેર રાજકોટમાંથી પણ સામે આવી છે,  જેમાં તરૂણીને લગ્નની સાથે બીજી લાલચો આપી અવાર નવાર સંબંધો બનાવવાની ફરિયાદ નોંધાઈ છે.  પરિવાર દ્વારા ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસે આરોપીની અટકાયત પણ કરી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબત મળી રહેલી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં પાડોશી યુવાન સાથે તરુણીને પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારે પિતાએ બદનામીના ડરથી ઘર બદલાવ્યું હતું. તેમ છતાં લગ્નની લાલચ આપી યુવાન વારંવાર દુષ્કર્મ ગુજારી રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આરોપી કિશન ભરતભાઈ ચણિયારાની અટકાયત કરી છે. ભક્તિનગર પોલીસ દ્વારા આરોપી કિશન વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બાબતે તરુણીના પિતાએ  નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી દીકરીને પાડોશમાં રહેતા યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારે સમાજમાં બદનામીના ડરે મેં ઘર પણ બદલાવ્યું હતું. ગઈ કાલે સવારે પરિવારજનો જાગ્યા ત્યારે પુત્રી પથારીમા જોવા નહોતી મળી. જેથી પુત્રી બાબતે આજુબાજુમાં તેમજ સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ દીકરી નો કોઈ પણ જાતનો અતો પતો નહોતો મળ્યો.

અમે અગાઉ દૂધસાગર રોડ પર રહેતા હતા ત્યાં પાડોશીના પુત્ર કિશન સાથે મારી દીકરીને પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના કારણે કિશન ના ઘરે પણ અમે તપાસ કરી હતી. બાદમાં અમે ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આરોપી કિશન જ તેની પુત્રીને ભગાડી ગયો હતો. થોડીવાર બાદ તેની પુત્રી પણ પરત આવી જતા તેની પૂછપરછ કરતા કહ્યું કે, ગઈકાલે રાત્રે તે આરોપી કિશનના ઘરે હતી.

તરુણીના પિતાએ એમ પણ જવું કે એકાદ મહિના પહેલા જ્યારે દૂધ સાગર રોડ વિસ્તારમાં રહેતા હતા ત્યારે આરોપી કિશને તેને લગ્નની લાલચ આપી અવાર નવાર સંબંધ બાંધ્યો હતો. પુત્રીએ આપેલી આ માહિતીના આધારે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી હતી.