રાજકોટમાં નોવા હોટલમાં ફક્ત 17 વર્ષની પ્રેમિકાની હત્યા તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ !

રાજકોટમાંથી ગઇકાલે જ ચકચારી ભરેલો હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લીધુ હતુ. આ ઘટનાની જાણ થતા જ પોલિસ પણ દોડતી થઇ ગઇ હતી અને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને યુવતિની લાશને પણ પીએમ માટે મોકલી આપી હતી. યુવક કચ્છનો અને યુવતિ જામનગરની હોવાનું પોલિસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ. જામનગરની યુવતિ અને કચ્છનો યુવક કે જેનું નામ જેમીશ છે તે બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યુ હતુ. તે બંને સવારે 9 વાગ્યા આસપાસ નોવા હોટલમાં આવ્યા હતા અને 301 નંબરના રૂમમાં રોકાયા હતા. ત્યારે યુવકે પહેલા યુવતિની હત્યા કરી અને તે બાદ પોતે એસિડ પીધા પહેલા પરિવારને જાણ કરી.

જોકે,  આ બાબતે હવે એક મોટો ઘટસ્ફોટ થયો છે. યુવતિના પિતાની ફરિયાદને આધારે જેમીસ વિરૂદ્ધ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે મૃતક યુવતિના પિતાએ જણાવ્યુ કે, ગઇકાલ સવારથી જ તેમની દીકરીનો ફોન બંધ આવતો હતો અને સાંજ સુધી તે ઘરે ના આવતા ફોન કર્યો હતો.જેમિશે યુવતિની હત્યા કરી નાખી હોવાની વાત કરી અને કહ્યુ કે તે પણ આપઘાત કરે છે. તેણે ફોનમાં જણાવ્યુ હતુ કે તે કરણપરા રોડ પર જે નોવા હોટલ આવી છે ત્યાં છે. આ બાબતે તેમણે આગળ કહ્યુ કે, પ્રેમ સંબંધ વિશે તેમને કંઇ જાણ ન હતી. યુવક પણ માત્ર ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઇ હતી.

ત્યારે તેમણે માંગ કરી છે કે તેમની દીકરીના હત્યારા સામે કડક કાર્યવાહી થાય. મૃતક યુવતિના પિતાએ કહ્યુ કે, તેમની દીકરી ભણવા જતી ત્યારે બપોરે રિસેસમાં ફોન કરતી અને કહેતી કે પપ્પા રિસેસ પડી છે. આ બાબતે દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર સગીરાએ પોતાની માતાને ફોન કરી મદદ માગી હતી, પરંતુ માતા-પિતા જામનગરથી રાજકોટ પહોંચે એ પહેલાં જેમિસે તેની હત્યા કરી નાખી હતી. લોહીના નિશાન અને એક જીન્સનું પેન્ટ પણ હોટલના બાથરૂમમાંથી મળી આવ્યુ છે ત્યારે જેમિસ જે પ્લાસ્ટિકની થેલીમાં એસિડ લાવ્યો હતો તે પણ પોલિસને જાણવા મળ્યુ છે. હોટલમાં રૂમ મળે તે માટે આધારકાર્ડમાં પણ તેણે છેડા કર્યા હતા.

સગીરાનું આધારકાર્ડમાં જન્મ વર્ષ 2005 છે જયારે તેણે હોટલમાં જે ઝેરોક્ષ આપી તે વર્ષ 2003ની છે. આ મામલે પોલીસે આધારકાર્ડમાં છેડછાડ ક્યાંથી થઈ અને કોણે કરી એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ મામલે રાજકોટ ઝોન 2ના ડીસીપીએ જણાવ્યું કે, આરોપી બ્લેડ અને પેકેજીંગ ટેપ સાથે લાઇને આવ્યો હતો. સગીરાની હત્યા બાદ તે સાંજ સુધી એકલો રહ્યો હતો. આ બાબતે તેમણે એમ પણ જણાવ્યુ કે તેનો મિત્ર એસિડ અને પાણીની બોટલ આપી ગયો હતો. હાલ એસિડ અને પાણીની બોટલ જે વ્યક્તિ આપવા આવ્યો હતો તેની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી પ્રેમી પોરબંદર છે પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સમાં તેનું એડ્રેસ કચ્છ-ભૂજનું લખવામાં આવ્યું છે.

Shah Jina