ગુજરાતમાં આ જગ્યાએ ગણેશ વિસર્જન દરમિયાન 4 લોકો ડૂબ્યા, પરિવારનું હૈયાફાટ રુદન, આટલાંના મોત થયા, જુઓ

રાજકોટ: રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ નજીક આવેલી ત્રિવેણી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 4 લોકો નદીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરીને તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ગામના કુશળ તરવૈયા યુવાનોની મદદથી ત્રણ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા.

જોકે, એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દુર્ભાગ્યવશ, સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના અધિકારીઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનાના સમાચાર ફેલાતાં જ સ્થળ પર લોકોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા.

રાજકોટ શહેરમાં આજે કુલ આઠ અલગ-અલગ સ્થળોએ 5 હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરક્ષાના કારણોસર, લોકોને પોતાના હાથે મૂર્તિઓનું વિસર્જન કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તેના બદલે, ભાવિકોને મૂર્તિઓ ફાયર સ્ટાફને સોંપી દેવાનું કહેવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે દરેક વિસર્જન સ્થળે રેસ્ક્યૂ બોટ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન ભાવિકોએ ઉત્સાહપૂર્વક પોતાના ઘરોમાં અને શેરીઓમાં ગણેશજીની સ્થાપના કરી હતી. હવે તેઓ ભાવવિભોર થઈને વિઘ્નહર્તાને વિદાય આપી રહ્યા છે. રાજકોટમાં લગભગ 5 હજારથી વધુ નાની-મોટી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઠ જુદા જુદા સ્થળોએ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં ગણપતિ વિસર્જન દરમિયાન અગાઉ થયેલા અનેક દુર્ઘટનાઓમાં લોકોના મૃત્યુ થયા હોવાથી, આ વખતે વધુ સાવચેતી રાખવામાં આવી હતી. અકસ્માતો અટકાવવા માટે રાજકોટમાં આઠ અલગ-અલગ સ્થળોએ રેસ્ક્યૂ બોટ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આકસ્મિક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ફાયર સ્ટાફ, પોલીસ બંદોબસ્ત અને તબીબી કર્મચારીઓને પણ સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ધારિત કરાયેલા આઠ સ્થળોએ લોકોને પોતાના હાથે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તેના બદલે, ભાવિકોને મૂર્તિઓ ફાયર સ્ટાફને સોંપવાનું કહેવામાં આવ્યું હતું, જેઓ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરશે. સુરક્ષાના કારણોસર, પાણીની નજીક કોઈપણ વ્યક્તિને જવા દેવામાં આવશે નહીં અને આ માટે બેરિકેડ્સ પણ મૂકવામાં આવ્યા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આઠ સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓના સુરક્ષિત વિસર્જન માટે ફાયર શાખા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક સ્થળે ક્રેન, રેસ્ક્યૂ બોટ, એમ્બ્યુલન્સ, લાઇફ બોયા અને લાઇફ જેકેટ સાથે સ્ટેશન ઓફિસર, લીડિંગ ફાયરમેન અને ફાયરમેન સહિતનો સ્ટાફ સવારે 7 વાગ્યાથી તૈનાત કરવામાં આવ્યો હતો.

દરેક સ્થળે બેરિકેડ લગાવીને ફાયર શાખા દ્વારા જ વિસર્જન કરવામાં આવશે. લોકોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ મૂર્તિઓ વિસર્જન સ્થળે પહોંચ્યા બાદ તરત જ ફાયર સ્ટાફને સોંપી દે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આઠ સ્થળો સિવાય અન્ય કોઈપણ જગ્યાએ ગણેશ વિસર્જન ન કરવા લોકોને વિનંતી કરવામાં આવી હતી.

Dhruvi Pandya