હજુ હાલમાં જ નવરાત્રિનો તહેવાર પૂર્ણ થયો છે, રાજ્યમાં નવરાત્રિ દરમિયાન ઘણી ઘટનાઓ બની જેમાં દુષ્કર્મ, સામુહિક દુષ્કર્મ અને હાર્ટ એટેક સહિત અનેક સામેલ છે, ત્યારે હાલમાં રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી.
નવરાત્રિ દરમિયાન ઘણી જગ્યાએ ગરબાના આયોજન કરવામાં આવે છે જે દરમિયાન જુદા-જુદા પ્રકારના ગરબા અને કરતબો કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં આવા એક આયોજન દરમિયાન કરતબ કરનાર વ્યક્તિના મોઢામાં આગ લાગી હોવાનો વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગરબા દરમિયાન એક વ્યક્તિ કેવી રીતે આગ સાથે કરતબ કરી રહ્યો છે. એક વ્યક્તિ જ્યારે મોઢામાંથી આગળનો ફુવારો નીકાળી રહ્યો હતો ત્યારે કરતબ કરનાર વ્યક્તિના મોંમા આગ લાગી ગઈ.
રાજકોટમાં ગરબીમાં રાસ દરમિયાન કરતબ કરવા જતા બની દુર્ઘટના#Rajkot #Navratri2024 pic.twitter.com/APbiadamvN
— Vidhata (@VidhataGothi21) October 9, 2024