રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર બીગબજારની પાછળ, રાજ રેસીડેન્સી પાસે આવેલા ત્રણ માળના સમરથ કૉમ્લેક્સના પાર્કિંગ એરિયામાં આવેલા સિક્યુરિટી ગાર્ડન કેબિનમાં આગ લાગી હતી જેમાં બે માસુમ બાળકો બળીને ભડથું થઇ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સમરથ એપાર્ટમેન્ટમાં સુક્યુરિટિ ગાર્ડની ફરજ બજાવતા નેપાળી ચોકીદાર સાગર ચનઠાકોર કોઈ કામથી બહાર ગયા હતા ત્યારે તેમના બે બાળકોમાં એક સાડાપાંચ વર્ષની દીકરી સૃષ્ટિ તેમજ બીજો અઢીવર્ષનો પુત્ર લક્ષ્મણ ઓરડીમાં સુઈ રહ્યા હતા અને આ સમયે જ અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા જ ઓરડીમાં સુઈ રહેલા બંને બાળકો એ આગમાં હોમાઈ ગયા હતા.
આગ લાગવાથી ધુમાડો નીકળતા આસપાસના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા અને સત્વરે તેમને ફાયર બ્રિગેડ તેમજ 108ને પણ જાણ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ટિમ જયારે ઘટના સ્થળે પહોંચીને ઓરડીની અંદર જોયું તો બંને બાળકો પણ એ આગમાં સળગી રહ્યા હતા, તેમને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલમાં પણ મોકલી દેવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર બાદ બંને બાળકોનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
અચાનક શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં બંને બાળકોના અકાળે મૃત્યુથી નેપાળી પરિવાર પણ શોકમાં સરી પડ્યો હતો. રોજીરોટી કમાવવા માટે પોતાનું વતન છોડી છેલ્લા 6 વર્ષથી તે રાજકોટમાં આવીને રહેતા હતા. પરિવારનું ગુજરાન ચલાવવા માટે સાગર ચોકીદારની તેમજ બહાર એક હોટેલમાં વેઇટરની નોકરી કરતો હતો. સંતાનોમાં તેમને બે જ બાળકો હતા અને એ પણ ઈશ્વરે તેમની પાસેથી છીનવી લેતા આખો પરિવારને મોટું દુઃખ પહોંચ્યું છે.
બંને બાળકોના મૃત્યુનું કારણ જણાવતા સાગરે જણાવ્યું હતું કે “તેમને બહાર કામ હોવાના કારણે બંને બાળકોને રૂમમાં મૂકી દરવાજો બહારથી લોક કરીને ગયા હતા. થોડીવારમાં જ તેની પત્ની કામ ઉપરથી આવવાની હોય તાળું માર્યું હતું. બંને બાળકો એકલા હતા અને ઓરડીની બહાર જ પાર્કિંગ એરિયા હોઈ વાહનો ત્યાં પાર્કિંગ માટે આવતા હોવાના કારણે અકસ્માતના ડરે બંને બાળકોને ઓરડીમાં જ બંધ કરી જવાનું યોગ્ય લાગ્યું.”
અકસ્માતથી પોતાના બાળકો બચી શકે તે માટે સાગરે તેમને ઓરડીમાં બંધ રાખ્યા પરંતુ તેમનું મૃત્યુ આ રીતે લખાયું હશે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અચાનક લાગેલી આ આગના સમાચારથી આસપાસના લોકોમાં પણ દુઃખનું મોજું ફરી વળ્યું છે. આ પરિવાર થોડા જ દિવસો બાદ એટલે કે 1લી જાન્યુઆરીએ પોતાના વતનમાં પણ જવાનો હતો, પરંતુ ઈશ્વરે તેમના માથે આ અચિંતુ દુઃખ નાખીને તેમને શોકમાં મૂકી દીધા છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.