શનિવારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો, કારણ કે વેકેશનની મજા માણતા 12 બાળકો સહિત 25થી પણ વધારે લોકોની જિંદગી ગેમ ઝોનમાં આગ લાગતા ભૂંજાઈ ગઈ. મૃતદેહો એટલા ખરાબ રીતે બળી ગયા હતા કે ઓળખ માટે DNA ટેસ્ટની જરૂર પડી રહી છે. આ દુર્ઘટનામાં રાજકોટ કોર્પોરેશનની પણ બેદરકારી સામે આવી છે. TRP ગેમઝોનમાં ફાયર NOC ન હોવાનો ખુલાસો થયો છે.ત્યારે હવે આ ઘટનાના આરોપી એવા મેનેજર નિતીન જૈન અને માલિક યુવરાજ સોલંકીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
આ દુર્ઘટનામાં યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, મહેન્દ્રસિંહ સોલંકીના નામ પણ સામે આવ્યા છે. આ 3 માલિક હોવાનું સ્થાનિકોનું કહેવું છે. TRP ગેમ ઝોનનો જે મુખ્ય માલિક છે તે પ્રકાશ જૈન મૂળ રાજસ્થાનનો વતની છે. યુવરાજસિંહ એક લાખ રૂપિયા પગાર લે છે અને ધંધામાં 15 ટકા ભાગીદારી ધરાવે છે. તેના પિતા જૂનાં વાહનનોની લે-વેચનો ધંધો કરે છે.
જ્યારે આરોપી રાહુલ રાઠોડ કે જે ગોંડલનો છે તે ભાગીદાર છે. રાહુલ 2017માં IC(ઇન્સ્ટ્રુમેન્ટેન્શન એન્ડ કંટ્રોલ) એન્જિનિયર બન્યો, જે વેલ્ડિંગ અમે મેઇન્ટેનન્સનું કામ સંભાળતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, TRP ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને એક મેનેજરની ઘટનાસ્થળે જ ધરપકડ કરી હતી. આ સિવાય ગેમ ઝોનમાં કામ કરતા કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપી મેનેજરનો ફોન જપ્ત કર્યો છે.
View this post on Instagram