ખબર

રાજકોટમાં મૃત યુવકને સ્મશાન ખાતે લઇ જવાતા થયુ એવુ કે, હોસ્પિટલ પરત લાવવામાં આવ્યો

ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર યથાવત છે. મોત પણ વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકનું મોત થતાં પરિવાર અંતિમવિધિ માટે મૃતદેહ સ્મશાને લઈ ગયા હતા. જોકે, આ સમયે યુવકના શરીરમાં અચાનક સળવળાટ થતાં સગાઓ ચોંકી ગયા હતા અને યુવક જીવતો હોવાની આશાએ ફરીથી તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, યુવકને મૃત જાહેર કરી અંતિમવિધિ માટે મોકલવાની કાર્યવાહી કરી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અહીં તપાસ બાદ હૉસ્પિટલ ખાતે હાજર તબીબોએ રાજેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિને ફરી વખત મૃત જાહેર કર્યો. જે બાદમાં ફરીથી મૃતકની ડેડબોડીને અંતિમવિધિ માટે મોટા મોવા સ્મશાન ખાતે મોકલી આપવામાં આવી હતી. ડૉક્ટરે બીજી વખતે મૃત જાહેર કરતા જ પરિવારમાં પોતાનું સ્વજન જીવિત હોવાની જે આશા જન્મી હતી તે ફરીથી મરી જવા પામી હતી.

અંતિમવિધિ સમયે પરિવારને યુવાન જીવિત હોવાનો ભ્રમ થતાં મૃતદેહ ફરી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અહીં હાજર તબીબે દેહને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, રિગોર મોર્ટિસે પોસ્ટમોર્ટમ પરિવર્તન છે, જેના કારણે તેમના માયોફિબ્રીલ્સમાં રાસાયણિક ફેરફારોને લીધે શરીરના સ્નાયુઓમાં સખ્તાઇ આવે છે. જેને કારણે પરિવારજનો જીવીત હોવાનો ભ્રમ થયો હતો. ફરી મૃત જાહેર કરાતા દેહને અંતિમવિધિ માટે મોટામૌવા સ્મશાન ખાતે મોકલાયો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13050 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે અને કુલ મૃત્યુઆંક 7779 પર પહોંચી ગયો છે.