સુંદર યુવતી સાથે સેટિંગની લ્હાયમાં ખરખાના વાળો બરોબરનો ફસાયો, રંગરેલિયા કરવાના ચક્કરમાં…..આવું થયું છેલ્લે

ગુજરાતમાંથી અવાર નવાર હનીટ્રેપના કિસ્સાઓ સામે આવે છે. જેમાં યુવતિઓ દ્વારા કોઇ યુવક અથવા તો આધેડને તેમજ વૃદ્ધને ફસાવવામાં આવે છે અને તેમને બ્લેકમેઇલ કરી તેમની પાસેથી હજારો-લાખો રૂપિયા પડાવવામાં આવતા હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓ સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી બે મહિલા સહિત ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વાસુદેવભાઈ ઉર્ફે વાસુભાઇ વાઘરોડીયા નામના વ્યક્તિએ ધારાબેન બાબરીયા, મીનાબેન સોલંકી અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયુ છે કે, વાસુભાઇ બહુચર પ્લાસ્ટિક પેઢીના નામથી જોબ વર્કનું કામ કરે છે. મીનાબેન સોલંકી તેમનું જે કારખાનું છે ત્યાં બાજુના કારખાનામાં કામ કરે છે. ફરિયાદીએ જણાવ્યુ કે, તે અમારા કારખાના પાસેથી નીકળતી હોવાથી બંને વચ્ચે વાતચીત થતી અને મીનાબેનને તેઓએ કહ્યું હતું કે તેમના કારખાનામાં મજુરની જરૂર છે તેમને જો કામ પર આવવું હોય તો કહે. ત્યારબાદ મીનાબેને તેમનો નંબર ફરિયાદીનો આપ્યો અને તે બાદ બંને વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત થવા લાગી. મીનાબેને કહ્યું કે, તેમને દવાખાનાના કામે 7000ની જરૂર છે અને તેને લઇને ફરિયાદીએ તેમને 7000 આપ્યા પણ હતા.

તે બાદમાં ફરિયાદીએ જ્યારે ઉછીના જે પૈસા આપ્યા હતા તેની ઉઘરાણી કરી તો તેમણે કહ્યું કે તેમની એક બહેનપણી છે ધારા, તેની સાથે તે ફરિયાદીનું સેટિંગ કરાવી આપશે અને આ વાતથી ફરિયાદી માની ગયા અને મીનાબેને ફોન પર વાતચીત કરી કે જૈન દેરાસર પાછળ આવેલ માર્કેટમાં તે જાય કેમ કે તેની બહેનપણી ધારા ત્યાં આવી છે. ફરિયાદી જ્યારે સ્થળ પર પહોંચ્યા તો મીનાબેને ધારા સાથે ઓળખાણ કરાવી અને કહ્યું કે મોટરસાયકલ બગડી છે. જે બાદ તેમણે ઓળખીતા ગેરેજવાળાને ત્યાં મોટરસાયકલ રીપેરીંગ કરાવી અને તેનો ખર્ચ 3000 થયો, જે ફરિયાદીએ ચૂકવ્યો.

પછી જ્યારે તેઓ ધારા સાથે બાબરીયા સોખડા ચોકડી ખાતે ફરવા ગયા ત્યારે બંનેએ ત્યાં સમય વિતાવ્યો અને સાંજે પરત આવી ગયા. બીજા દિવસે 22 જાન્યુઆરીએ ધારાનો ફોન આવ્યો કે તેને દવાખાનાનું કામ છે તો 10,000 આપો. જો કે, ફરિયાદીએ કહ્યુ કે, હાલ તેમની પાસે કોઈ પૈસા નથી. ધારાને ગમ્યું નહિ અને તેમણે મીનાને ફોન કરીને કહ્યું કે ધારા 10000 માંગે છે તું તેને સમજાવ. વધુમાં તેમણે જણાવ્યું કે, ધારાનો ફોન આવ્યો અને કહ્યું કે, જ્યારે તેઓ સોખડા ચોકડીએ ગયા હતા અને જે પણ મજા કરી હતી તેનો વીડિયો છે તેનું શું કરવું. દોઢ લાખ આપ નહીં તો કારખાને આવી હોબાળો કરીશ અને વીડિયો વાયરલ કરી દઇશ.

જે બાદ મીનાનો ફોન ફરિયાદી વાસુભાઇને આવ્યો અને તેણે પણ કહ્યું કે તમે રૂપિયા આપી દો અને ધારા સાથે સમાધાન કરી નાખો. જે બાદ તેમણે ધારાને ફોન કર્યો અને ત્યારે તેણે કહ્યું કે દોઢ ના હોય તો એક લાખ આપી દો. જે બાદ બીજા દિવસે સવારના 11 વાગ્યા આસપાસ જ્યારે તેઓ કારખાને હતા ત્યારે ધારાનો ફોન આવ્યો કે 50000 આપી દો તો વીડિયો ડીલીટ કરી નાખીશ નહિતર માથાકૂટ થશે. જે બાદ વાતચીત દરમિયાન ધારાના ફોનમાંથી તેના કોઈ મિત્રએ વાતચીત કરી અને તેણે કહ્યું કે પૂરું કરી નાખો નહીં તો આમાં મર્ડર પણ થઈ શકે છે. તે બાદ આખરે વાસુભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી.પોલિસે ધારાબેન બાબરીયા, મીનાબેન સોલંકી અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઇપીસીની કલમ 384, 120 (બી), 506 (1) તેમજ 511 મુજબ ફરિયાદ નોંધી છે.

Shah Jina