સંબંધોનું ખૂનઃ રાજકોટમાં ક્રાઇમ પેટ્રોલ જોઇ નાના ભાઇએ આ મામૂલી કારણે તેના જ મોટા ભાઇની હત્યા કરી… જાણી રૂવાંડા ઊભા થઇ જશે

ગુજરાતમાંથી છાસવારે ગુનાહિત પ્રવૃતિઓ સામે આવતી રહે છે અને તેમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાંથી તો છેલ્લા ઘણા સમયથી આવી પ્રવૃતિઓ વધતી જોવા મળી રહી છે. રંગીલા રાજકોટમાં એક હત્યાનો બનાવ હાલ સામે આવી રહ્યો છે, જેમાં એક ભાઇએ પોતાના જ ભાઇની હત્યા કરી દીધી.હાલ તો પોલિસે નાના ભાઇને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યુ છે કે, ટીવી પર ક્રાઇમ પેટ્રોલ જોઇ તેણે હત્યા કરવાનું શીખ્યુ હતુ અને મોટા ભાઇના માથે બેટ મારી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યુ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

તારા લગ્ન થઇ ગયા અને મારા લગ્નમાં તમે કોઇ ધ્યાન આપતા નથી આવી નાની અમથી વાતને લઇને મોટા ભાઇને માથામાં બેટ ફટકારી તેમને મોતને ઘાટ તેમના જ નાના ભાઇએ ઉતારી દીધો. આરોપીનું નામ સાવન શ્રીનિવાસ છે તે અને તેનો ભાઇ પવન શ્રીનિવાસ બંને રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા GIDC પાછળ ચંપલ બનાવવાની ફેક્ટરીમાં કામ કરે છે અને તે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને તે બાદ આ મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો.

તેઓ આગ્રાના રહેવાસી છે અને આ ઘટનાની જાણ થતા જ એરપોર્ટ પોલિસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલિસ અનુસાર પવન અને સાવન બંને આગ્રાના રહેવાસી છે, તેઓ છેલ્લા કેટલાક સમયથી અહીં ચંપલ બનાવવાની ફેક્ટરીમાં કામ કરત હતા અને લગ્ન બાબતે તે બંનેનો ઝઘડો થયો હતો. સાવન નાનો ભાઇ છે અને તે અપરણિત છે અને તેનો ભાઇ પવન પરણિત છે જેને કારણે બોલાચાલી થતા નાના ભાઇએ મોટા ભાઇને પતાવી નાખ્યો હતો. પોલિસે લાશનું પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina