ગુજરાતમાં મેઘમહેર યથાવત છે, ત્યારે ગઇકાલે રાતથી રાજકોટ અને સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી બપોર સુધીમાં ભારે વરસાદને પગલે સમગ્ર રાજકોટ પાણી પાણી થઇ ગયુ છે. ટ્રેન અને બસ વ્યવહાર ખોરવાયો છે.
તેમજ પડઘરી અને જામનગરના કાલાવડમાં અતિ ભારે વરસાદથી રાજકોટથી જામનગર અને કાલાવડ તરફનો એસટી વ્યવહાર બંધ કરાયો છે. રેલવે દ્વારા મુંબઇ અને અમદાવાદ તરફથી આવતી ટ્રેનને રાજકોટ રોકી દેવામાં આવી રહી છે.
જણાવી દઇએ કે, હવામાન વિભાગે રાજકોટ સહિત સોરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી હતી ત્યારે ગઇકાલે રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં 10.5 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે,
રાજકોટના લોકો સલામત રહે તે માટે પોલીસે અભિયાન છેડ્યું છે. પોલીસે શહેરમાં ફરતા લોકોને ઘરમાં તેમજ સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે. રાજકોટમા ઠેર ઠેર પાણી ભરાયા છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.
રાજકોટ, કાલાવાડ અને જામનગર હાઈવે ઉપર ખીરસરા પાસે છાપરા ગામ નજીક ભારે પૂરમાં એક આખે આખી ફોર વહીલ તણાઈ હોવાની ઘટના સામે આવી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો. ગાડીમાં સવાર બે લોકો લાપતા પણ બન્યા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે કાલાવડ તાલુકાના નિકાવા બાજુ આવેલા પેલિકન રોટોફ્લેક્સ કંપનીના માલિકની ગાડી પાણીમાં તણાઈ હોવાના સમાચાર છે. સૌરાષ્ટ્રના રાજકોટથી આવતા છાપરા ગામની ગોલાઈમાં કાર નીચે ઉતરી જતાં વહેતા પાણીમાં તણાઈ હોવાની ઘટના બની છે. ગાડીમાં સવાર પેલિકન કંપનીના કિશન ભાઈ અને ડ્રાઇવર ગાડીમાં હોવાથી બન્ને પાણીમાં લાપતા બન્યા છે.
આ ઘટનાની જાણ થતાં જ કંપનીના માલિકો દોડી આવ્યા છે અને કિશનભાઈ અને ગાડીના ડ્રાઈવરની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો બંધ થયો છે. જેમાં મવડી ગામની નદીમાં પુર આવતા રસ્તો બંધ થયો છે.
#rajkot #car #monsoon #video #Khabargujarat
રાજકોટનાં છાપરા નજીક પેલીકન ગ્રુપનાં માલિકની કાર તણાઇ
i-20 કારમાં સવાર હતા ત્રણ લોકો, ત્રણમાંથી એકનો થયો બચાવ
બાકીનાં બેની થઇ રહી છે શોધખોળ
NDRFની ટીમની મદદ લેવાઇ pic.twitter.com/UDS8VlwizM— Khabar Gujarat (@khabargujarat) September 13, 2021
ધોધમાર વરસાદે રાજકોટમાં પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાંખી છે. શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલ આજી નદી કાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિર નજીકથી જોરદાર પાણી વહી રહ્યા છે. આજી-2 ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ ખોલાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.