ખબર

રાજકોટની ગંદી પાર્ટી મુદ્દે વધુ એક નવો ખુલાસો, દિલ્લીના કપલ દ્વારા બુક કરવામાં આવ્યો હતો રૂમ અને

રાજકોટના પોશ એરિયામાં એક ખ્યાતનામ 5 સ્ટાર હોટલમાં ઇમ્પિરિયલ હોટેલમાં એક યુવતિનો કપડા વગરની હાલતમાં ડાંસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને હાલ તો આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલો છે. ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે હવે તપાસ શરૂ થતા નવા નવા ખુલાસા થઇ રહ્યા છે.

આ વીડિયો અંગે તપાસ શરૂ થતા હાલમાં એક ખુલાસો થયો છે. આ વીડિયો એ દિવસનો જણાવવામાં આવી રહ્યો છે, જે દિવસે એક દિલ્હીનું કપલ અહીં રોકાયુ હતુ. જો કે, આ રૂમમાં આવી પાર્ટી થઇ હતી કે નહિ તે વિશે હાલ તપાસ થઇ રહી છે. ત્યારે આ બધા વચ્ચે હવે ગઇકાલે એટલે કે શુક્રવારના રોજ વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ઓથેન્ટિક નહિ હોવાનું DCP દ્વારા જણાવવામાં આવ્યુ છે.

હોટલના છઠ્ઠા માળમાં આવેલા રૂમમાં એક યુવતિ કપડા પહેર્યા વગર ડાંસ કરી રહી હતી, આ વીડિયો કોઇએ ઉતારી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. આ યુવતિનો વીડિયો વાયરલ થતા જ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત એ ડિવિઝન પોલિસે જાણવાજોગ નોંધી તપાસ શરૂ કરી હતી.

દિલ્હીના કપલના રૂમ બુક કરવાની વાત કરીએ તો, તેમણે કથિત રીતે રૂમ બુક કરાવ્યો હતો અને આ દરમિયાન વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ અંગે ડીસીપીએ કહ્યુ કે, બીજો વીડિયો જે છે તે ઓથેન્ટિક નથી પરંતુ કથિત રીતે આવી પાર્ટીવાળા વીડિયોના મૂળ સુધી પહોંચવા માટે વીડિયો કોણે ઉતાર્યો અને ફરતો કર્યો તે અંગે તપાસ શરૂ કરી હતી. આ વીડિયો તો હવે હાથમાં આવ્યા બાદ જ ખબર પડશે કે તે કયા દિવસનો છે.

શું હતો મામલો
રાજકોટના યાજ્ઞિક રોડ પર ઈમ્પીરિયલ પેલેસ નામની હોટલ આવી છે અને ત્યાં જ યુવતિનો કપડા વગરની હાલતમાં ડાંસ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રાજકોટની ક્રાઇમ બ્રાંચ હરકતમાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

રાજકોટની ક્રાઇમ બ્રાંચ ટીમ તાત્કાલિક હોટલ પહોંચી હતી, તે બાદ દિવ્યભાસ્કરને પોલિસના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ યુવતિ ઘણી સ્વરૂપવાન હતી અને આ જે પાર્ટી થઇ હતી હોટલમાં તે આ પહેલા મોરબીમાં થવાની હતી. પરંતુ વરસાદના કારણે તેમણે ઇમ્પિરિયલ હોટલનો મોંઘો રૂમ જેનો નંબર 608 હતો તે બુક કરાવ્યો હતો. આ ઉપરાંત ત્યાં 20 હજાર રૂપિયા જેટલુ એક રાતનું ભાડુ હોય છે.

જે યુવતિનો કપડા વગરની હાલતમાં ડાંસ કરતો વીડિયો સામે આવ્યો છે તે યુવતિ રાતના 12 વાગ્યે મુંબઇથી રાજકોટ આવી હતી અને સવારે 6 વાગ્યા આસપાસ તે મુંબઇ પરત જતી રહી હતી. પોલિસ આ બાબતે CCTV ફુટેજ, રજિસ્ટર અને અંદર-બહાર આવવા-જવાનો ડેટા તપાસી રહી છે. આ વીડિયો કોણે ઉતાર્યો તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ યુવતિ મુંબઇથી રાજકોટ આવી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. તેમજ યુવતિને મોરબીના ઉદ્યોગપતિ દ્વારા બોલાવવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે, આ વાયરલ વીડિયો લગભગ એક સપ્તાહ પહેલાનો હોવાનું સામે આવ્યુ છે. આ વીડિયો જેણે ઉતાર્યો તેણે સામેની બાજુથી ઊંચા બિલ્ડિંગમાંથી ઉતાર્યો હોવાનું સામે આવી રહ્યુ છે.

આ ડાંસ પાર્ટી અંગે ઝોન-1ના ડીસીપીની અધ્યક્ષતામાં આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ છે અને જેમાં પોલિસ સત્તાવાર વિગતો આપશે. આ ટોક ઓફ ધ ટાઉન બનેલ વીડિયો અંગે ગઇકાલે સાંજથી હોટલમાં પોલિસ તપાસ થઇ રહી છે. પ્રાથમિક તપાસમાં રજિસ્ટરનું ચેકિંગ કરવામાં આવ્યુ હતુ અને તે બાદ CCTV ફુટેજ પણ ખંગાળવામાં આવ્યા હતા. પોલિસ એ દિશામાં તપાસ હાથ ધરી રહી છે કે આ વીડિયો કયારે અને કોણે ઉતાર્યો.

ઝોન-1ના ઇન્ચાર્જ ડીસીપીના આદેશ બાદ આ 608 નંબરનો રૂમ કોના નામે બુક કરાવવામાં આવ્યો અને બીજી હકિકત શુ છે તે બહાર લાવવાનો પ્રયાસ પોલિસ કરી રહી છે. આ રૂમમાં જેટલા પણ લોકો રોકાયા હોય તેમના દસ્તાવેજ હોટલના સ્ટાફ, કર્મચારીઓ દ્વારા લેવામાં આવ્યા છે કે નહિ તે દિશામાં તપાસ થઇ રહી છે. હવે આ બાબતે એવી ચર્ચા જાગી છે કે, જે રૂમની બારીમાંથી આ ડાંસના દ્રશ્ય જોવાયા હતા તે બારી કોઇએ ખુલ્લી રાખી હતી, કોઇ અંદરનું ફૂટેલુ હતુ કે પછી ભૂલથી ખુલ્લી રહી ગઇ હતી.