રાજકોટ અગ્નિ કાંડમાં નાના બાળકે 10 લોકોના જીવ બચાવ્યા, કહ્યું કે પતરું તોડીને મેં લોકોને બચાવ્યા, મારો શ્વાસ પૂરો થઇ ગયો તો પણ…જુઓ વીડિયો

ગુજરાતમાં ગઈકાલે ફરી એક વાર આગ સાથે લોકો પર ઘાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે આજથી 5 વર્ષ પહેલાં 24 મે, 2019ના રોજ સુરતની ધરતી પર તક્ષશિલા આર્કેડમાં એક સાથે 22 માસૂમ બાળક આગની ઝપેટમાં આવી જતા મૃત્યુ નિપજ્યા હતા, ત્યારે ગઈકાલે ફરી સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગે તક્ષશિલા અગ્નિકાંડની યાદગીરી તાજી કરી દીધી છે.

રાજકોટના TRP ગેમઝોનમાં ગેમઝોનમાં 11.45 સુધી 28 લોકો બળબળતી આગની ઝપેટમાં આવી જતા મૃત્યુ નીપજ્યા છે. તમને જણાવી દઈએ કે આજે રવિવારે ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટના TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ બાબતે અર્જન્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આજે સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી છે.હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો ચાલુ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 28 જિંદગી બળીને ખાખ થઈ હતી. અજુગતી વાત તો એ છે કે, કોરોના સમયે જે જગ્યાએ કોવિડ વોર્ડ હતો હાલ તે જગ્યાએ DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ગેમઝોનમાં બુલડોઝરથી રસ્તો સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા મળી નહોતી, આથી આખો શેડ જ ધ્વસ્ત કરી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવા નિર્ણય લેવાયો છે.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

Courtesy: zee24kalak

YC