રાજકોટ : હજી તો દોઢ મહિના પહેલા જ થયા હતા લગ્ન, ટ્રેન નીચે ઝંપલાવી દંપતિએ ટૂંકાવી દીધુ જીવન – સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં પ્રેમ સંબંધ તો ઘણામાં આર્થિક તંગી કે પછી ઘણામાં માનસિક કે શારીરિક હેરાનગતિ મુખ્ય કારણ હોય છે. હાલમાં રાજકોટમાંથી એક દંપતિના આપઘાતનો મામલો સામે આવ્યો છે. રાજકોટમાં 11 દિવસમાં જ દંપતીએ સજોડે આપઘાત કર્યા હોવાની આ બીજી ઘટના સામે આવી છે. જણાવી દઇએ કે, મોરબી રોડ પર 15 જુલાઇના રોજ એક દંપતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી અને તે બાદ આજ રોજ વધુ એક દંપતીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. આ દંપતિએ લગ્નજીવનના દોઢ જ મહિનામાં આપઘાત કરી લીધો છે.

દંપતિએ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હતી. સમગ્ર મામલાની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દંપતિના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.પરિવારજનોના જણાવ્યા પ્રમાણે દંપતીના દોઢ મહિના પૂર્વે જ પ્રેમ લગ્ન થયા હતા. કયા કારણોસર દંપતિએ જીવન ટૂંકાવ્યુ એ હજી સામે આવ્યુ નથી. રાજકોટના રેલનગર વિસ્તરમાં આવેલ સંતોષીનગર ફાટક પાસે નવદંપતીએ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

આ મામલે જ્યારે પોલિસને જાણ કરવામાં આવી ત્યારે તરત જ પોલિસ દોડી ગઇ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં સામે આવ્યુ કે, મૃતકનું નામ કરણ પંચાસરા અને સ્નેહા પંચાસરા છે. આ બંનેની ઉંમર માત્ર 22 વર્ષ જ હતી. બંને રેલવે ફાટકની સામે સંતોષીનગરમાં જ રહેતા હતા. મૃતક કરણ અને સ્નેહાએ દોઢ મહિના પૂર્વે જ લગ્ન કર્યા હતા. હાલ પોલિસ આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, દંપતી વહેલી સવારે ચાર વાગ્યે ઉઠ્યું અને રોજની જેમ સવારે ચાર વાગ્યે પાણી પણ ભર્યું. તે બાદ પાંચ વાગ્યાની આસપાસ ઘરની સામે આવેલ રેલવે ટ્રેક પર જઈ બંનેએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. તપાસમાં એ સામે આવ્યુ છે કે, બંનેના પ્રેમ સંબંધની થોડા મહિનાઓ પૂર્વે પરિવારજનોને જાણ થઈ હતી અને પછી પરિવારજનોએ બંનેના રાજીખુશી લગ્ન કરાવી દીધા હતા. યુવક કોળી સમાજનો હતો જ્યારે યુવતી દરજી સમાજની હતી. યુવક મજૂરી કરી ગુજરાન ચલાવતો હોવાનું પણ સામે આવ્યુ છે.

Shah Jina