કાળમુખા કોરોનાએ છીનવી લીધો બાળકોના માથેથી માતા-પિતાનો પડછાયો, ગોંડલમાં કોરોના પતિ-પત્નીને ભરખી ગયો

હાલ કોરોનાનો કહેર દુનિયાભરમાં ફેલાઈ રહયો છે, લાખો લોકોએ આ કાળઝાળ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા પરિવારો નિરાધાર બની ગયા છે, ત્યારે હાલ એક એવી જ દુઃખદ ખબર રાજકોટના ગોંડલમાંથી આવી રહી છે. જ્યાં આ કાળમુખો કોરોના એક પતિ-પત્નીને ભરખી ગયો અને બાળકોના માથેથી માતા પિતાની છત્રછાયા છીનવી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ શહેરના જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામની દુકાન ધરાવતા જીતેન્દ્રભાઇ ઠુંમર અને તેમના પત્ની વસંતબેન ઠુંમર એક અઠવાડિયા પહેલા કોરોના સંક્રમિત થયા હતા.

તે બંનેએ સારવાર માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોની અંદર સારવાર લીધી હતી. તેમની તબિયતમાં થોડો સુધારો થતાં તેઓને જામનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ શનિવારના રોજ વસંતબેન ઠુંમરનું નિધન થયું હતું. પત્નીના નિધનના બીજા જ દિવસે પતિ જીતેન્દ્રભાઇ પણ કોરોના સામેનો જંગ ના જીતી શક્યા અને રવિવારે તેમનું પણ નિધન થયું હતું. પતિ પત્નીના નિધન થવાં કારણે તેમનો પુત્ર અને પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

કોરોનાના કારણે ઘણા પરિવારો પોતાના માતા-પિતા, સંતાનો, પત્ની, ભાઈ, બહેનને ગુમાવી રહ્યા છે. આવા અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે ખરેખર દુઃખ થાય છે.

Niraj Patel