ખબર

રાજકોટ: કોરોનાનો કહેર, પરિવારના ત્રણ લોકોનો કોરોનાએ લીધો ભોગ, બાળકને જન્મ આપ્યાના 4 દિવસ બાદ થયુ માતાનું મોત

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક બની રહી છે. કોરોનાની આ બીજી લહેરમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તો કેટલાક પરિવાર જ વેરવિખેર થઇ ગયા છે. ઘણા લોકોએ પરિવારના મોભીએ ગુમાવ્યા છે તો હાલમાં એક પરિવારમાંના ત્રણ સભ્યોનો કોરોનાએ ભોગ લીધો છે.

Image source

રાજકોટ જિલ્લાના નજીક આવેલા ઉમરાડી ગામમાં આહિર પરિવારના ત્રણ જેટલા સભ્યો કોરોના સંક્રમિત થયા બાદ તેમનું મોત થયુ છે. જેને પગલે પરિવારમાં અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

દેવરાજભાઈ ભાનુભાઈ હેરભાની દીકરી શીતલબેનને કોરોના થયો હતો. તેઓ પ્રેગ્નેટ હતા અને તેમણે બાળકને જન્મ આપ્યો અને ચાર દિવસ બાદ તેમનું અવસાન થયું હતું. આ 4 દિવસના બાળકે તો તેની માતાને કોરોનાને કારણે ગુમાવી દીધી હતી.

પ્રતિકાાત્મક તસવીર

શીતલબેનના મોતથી તેમના દાદા ભાનુભાઈને આઘાત લાગ્યો હતો અને તેમનું પણ નિધન થયું હતું. બાદમાં ભાનુભાઇના નાના દિકરાનું પણ કોરોનાને કારણે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ.

રાજકોટમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 38869 પર પહોંચી ગઇ છે અને 2624 દર્દી હાલ સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે 409 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.