પરીક્ષાએ વધુ એક જીવ લીધો, રાજકોટમાં આ કરીને વિધાર્થિનીએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું

હાલ ગુજરાતની અંદર પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે, પરંતુ આ દરમિયાન વિધાર્થીઓ પરીક્ષાના ભાર નીચે એવા દબાઈ ગયા છે કે કેટલાક વિધાર્થીઓના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા છે તો કોઈએ પેપર સારી ના જતા અને પરિણામ ખરાબ અવવવાના ડરના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં એક વિધાર્થિનીએ પેપર સારું ના જવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મવડી રોડ પર આવેલી શોભના સોસાયટીમાં રહેતી શ્વેતાબેન મનસુખભાઈ હાપલીયા કોલેજમાંથી પરીક્ષા આપીને  ઘરે પરત આવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

ઘરે આવી ત્યારે તેના પિતાએ તેને પેપર કેવું ગયું તેના વિશે પૂછ્યું હતું. જોકે તેને કોઈ જવાબ આપ્યો નહોતો અને પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. જેના બાદ તપાસ કરતા રૂમમાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી, યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. આ મામલાની જાણ માલવીયાનગર પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જરુરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો, પોસ્ટ મોર્ટમ થયા બાદ યુવતીના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામા આવ્યો હતો. આ મામલે તેના પરિવારજનોનું માનવું છે કે યુવતીનું પેપર સારું ના ગયું હોવાના કારણે તેને આપઘાત કરી લીધો હતો.

Niraj Patel