રાજકોટની માથા ફરેલી વિદ્યાર્થીનીઓએ એક બીજાને ગંદી ગંદી ગાળો ભાંડી, તસવીરો જોઈને તમારા કાનના મૂળિયાં પણ હલી જશે

રાજકોટની કોલેજમાં માથા ફરેલી વિદ્યાર્થીનીઓએ એક બીજાને ગંદી ગંદી ગાળો ભાંડી, લોકો બોલી ઉઠ્યા શું આ જ માબાપ ના સંસ્કાર છે ..

ગુજરાતમાં હવે યુવાનોની સાથે સાથે યુવતીઓ પણ બેફામ બની છે. ઘણીવાર યુવતીઓ જાહેરમાં દાદાગીરી કરતી સામે આવે છે, તો ક્યારેક બે યુવતીઓ ઝઘડામાં ભાન ભૂલતી પણ જોવા મળે છે આને જાહેરમાં જ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાજકોટની અંદર એક સ્કૂલની વિદ્યાર્થીનીઓ બેંચીસ માટે એક બીજા સામે ઝઘડતી જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો વીડિયો રાજકોટની એક ખાનગી કોલેજનો જણાવવામાં આવી રહ્યો છે. જેમાં બે વિદ્યાર્થીનીઓ એક બીજા સાથે બેંચીસને લઈને ઝઘડતી અને મારામારી કરતી નજરે આવી રહી છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે આ ઝઘડામાં બંને વિદ્યાર્થીનીઓ પોતાની મર્યાદા પણ ઓળંગી જાય છે અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને એક બીજાને ગાળો આપવા લાગે છે.

તો વર્ગમાં બેઠેલી અન્ય વિદ્યાર્થીની આ બંનેના ઝઘડાને મૂક દર્શક બનીને જોઈ રહી છે અને પોતાને દૂર રાખવાનું જ યોગ્ય સમજે છે. તો કલાસરૂમની અન્ય વિદ્યાર્થીનીએ આ સમગ્ર ઝઘડાનો વીડિયો ઉતારીને પણ આનંદ લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા જ વાયરલ પણ થઇ ગયો.

આ વીડિયોમાં એ પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે ગુસ્સે ભરાયેલી એક વિદ્યાર્થીની બીજી વિદ્યાર્થીનીને તસતસતો તમાચાઓ પણ મારી દે છે. ત્યારે આ ઘટના શિક્ષણના ધામને પણ શર્મસાર કરે તેવી છે. આ વીડિયો સામે આવવાની સાથે જ લોકો પણ ફિટકાર વરસાવી રહ્યા છે, ઘણા લોકો કહી રહ્યા છે કે માતા પિતા તેમને સારું શિક્ષણ મળે તે માટે થઈને સારી સ્કૂલ કોલેજમાં મુકતા હોય છે અને બાળકો તેમની મર્યાદા ઓળંગે છે.

Niraj Patel