ગુજરાતમાં અહીં સિવિલ હોસ્પિટલની અંદર પૈસા આપો એટલે બેડ ખાલી થઇ જાય ! રૂપિયા પડાવતા લાલચુ યુવકનો વીડિયો વાયરલ

કોરોના મહામારી સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે. ત્યારે આ સમયમાં હોસ્પિટલોમાં બેડ પણ મળવા મુશ્કેલ બની ગયા છે. રાજકોટ શહેરની પણ એવી જ પરિસ્થિતિ છે. ગઈકાલે રાજકોટ સિવિલીની બહાર 100 જેટલી ગાડીઓમાં પેશન્ટ લાઈનમાં જોવા મળ્યા હતા. ત્યારે સિવિલમાં રૂપિયા લઇ બેડ આપવાતો એક કિસ્સો સામે આવ્યો છે.

સિવિલમાં બેડ અપાવવાના નામે રૂપિયા ખંખેરતા એક યુવકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં યુવાન બોલે છે કે 9 હજાર આપો અને તરત જ બેડ સાથે ટ્રીટમેન્ટ ચાલુ થઇ જશે. 9 હજારથી એક પણ રૂપિયો ઓછો લઇશ નહીં. યુવાન વીડિયોમાં એમ પણ કહી રહ્યો છે કે મારે ઉપર સુધી સેટિંગ હોવાથી રૂપિયા દેવાના હોય છે.

આ વાયરલ વીડિયોની અંદર યુવાન 9 હજાર રૂપિયા લેતો હોવાના દૃશ્યો પણ કેદ થયા છે. ઉલ્લખનીય છે કે, સિવિલમાં લોકો એમ્બ્યુલન્સ સાથે 5થી 6 કલાક દાખલ થવા વેઇટિંગમાં ઉભા રહે છે. ત્યારે આ યુવાન 9 હજારમાં અડધી કલાકમાં દર્દીને દાખલ કરી આપે છે.

ત્યારે વીડિયો વાયરલ થતા કલકટર રેમ્યા મોહનના જાણમાં પણ આવ્યો હતો. ત્યારે તેમને આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જણાવ્યું હતું કે, એક વ્યક્તિ દ્વારા સિવિલમાં બેડની વ્યવસ્થા કરી આપવા માટે દર્દીના સગા પાસેથી 9 હજાર પડાવતો વીડિયો વાઇરલ થયો છે. જેને લઇને તપાસના આદેશ આપવામાં આવશે. આ વ્યાલ વીડિયોની અંદર એક દર્દીના સગા તે યુવકને કારમાં બેસાડી અને બેડ માટે ભાવતાલ કરી રહ્યા છે. તે 9 હજારના બદલે 5 હજાર આપવાનું જણાવે છે, પરંતુ યુવક 9 હજાર રૂપિયા જ આપવા પડશે તેમ જણાવી રહ્યો છે. ત્યારે યુવક ઉપર સુધી પહોંચાડવાના છે તેમ જણાવી રહ્યો છે.

દર્દીના સગા જયારે એક નહિ પરંતુ બે દર્દીને દાખલ કરાવવાના છે એવી વાત કરે છે ત્યારે તે છેલ્લે 8 હજાર રૂપિયા નક્કી કરે છે. આ દરમિયાન યુવકના ફોનમાં એક ફોન પણ આવે છે જેમાં પણ તે કોઈ દર્દીના સગાને જણાવી રહ્યો છે કે 9 હજાર આપો એટલે બેડ તૈયાર થઇ જશે.

હાલની કોરોના મહામારીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓ સારવાર માટે લાઈનમાં ઉભા રહ્યા છે. ત્યારે આ રીતે પૈસા લઇ અને હોસ્પિટલમાં બેડ અપાવવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર બેદરકારીના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે વધુ એક કૌભાંડ તો નથીને તેવા સવાલો લોકોમાં ઉઠ્યા છે. જુઓ આ યુવકનો વીડિયો..

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel