રાજકોટમાં મહિલાની ચેઇન લૂંટવા માટે આવ્યો ચોર, બૂમો સાંભળી શેરીના કૂતરાઓએ કર્યું એવું કે…જુઓ વીડિયો

રાજકોટમાં ધોળા દિવસે ચોર લૂંટવા આવ્યો મહિલાની ચેન, બૂમો સાંભળી ગલીના કુતરાઓ ભેગા થઇ ને કર્યું એવું કે…જુઓ વીડિયો

ધોળા દિવસે લૂંટની ઘટનાઓએ દેશમાં જોર પકડ્યું છે ત્યારે ગુજરાતમાંથી પણ ઠેર ઠેર લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન જ રાજકોટમાંથી પણ એક ઘટના સામે આવી છે જ્યાં વહેલી સવારે એક ચોર દ્વારા વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન લૂંટી લેવામાં આવી હતી.

આ સ,ગર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટ શહેરના લીંબુવાડી વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. જેમાં એક મહિલા સવારે રસ્તા ઉપરથી પસાર થઇ રહી હતી ત્યારે જ એક યુવક તે મહિલાના ગળામાંથી ચેઇન ખેંચીને સ્કૂટર લઇ ફરાર થઇ ગયો હતો.

 

સીસીટીવીમાં જોવા મળેલા વીડિયોની અંદર દેખાઈ રહ્યું છે કે, મદદ માટે મહિલા બૂમો પાડી રહી છે. પરંતુ આ મહિલાની મદદ માટે કોઈ નથી આવતું, તો વીડિયોની અંદર એ પણ જોવા મળી રહ્યું છે કે શેરીમાં બેઠેલા કુતરાઓ મહિલાની બૂમો સાંભળતા જ દોડી આવે છે, પરંતુ તે પહેલા જ ચોર ચેઇન લુંટીની અને ફરાર થઇ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને આઇપીએસ ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો છે.

 

આ વીડિયો શેર કરવાની સાથે જ દીપાંશુ કાબરાએ કેપશનમાં લખ્યું છે, “છળ, કપટ, લોભ, ઈર્ષા, ભય વગેરે માણસની ફિતરતમાં છે. જરૂરિયાતમંદ લોકોને કામ આવવું, ખોટું થતા જોઈને રોકવાનો પ્રયાસ કરવો, માણસોએ આ અબોલા પાસેથી શીખવું જોઈએ.

Niraj Patel