ખબર

BREAKING : રાજકોટના એક જાણીતા કરોડોપતિ પાટીદારે કરી આત્મહત્યા, 33 કરોડ રૂપિયા….જાણો વિગત

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સા સામે આવતા રહે છે. ઘણા લોકો માનસિક ત્રાસથી કંટાળી તો ઘણા લોકો કોઇ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરતા હોય છે. હાલમાં જ ખબર આવી રહી છે કે, રાજકોટના જાણિતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્બના ચેરમેને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મહેન્દ્ર ફળદુએ આપઘાત પહેલા અંતિમ નોટ પણ લખી હતી, જેમાં તેમણે ઘણા આરોપ પણ લગાવ્યા હતા. તેમણે પોતાની ઓફિસમાં ઝેરી દવા ગટગટાવી હતી અને ગળે ફાંસો ખાધો હતો. આ ઘટનાની જાણ થતા જ તેમનું મિત્ર સર્કલ સહિત રાજકીય આગેવાનો પહોંચી ગયા હતા. તેમની લાશને સિવિલ ખાતે લઇ જવામાં આવી હતી.

રાજોટના જાણિતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુ 150 ફૂટ રિંગ રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવે છે અને તેમણે ત્યાં જ સવારના સમયે ઝેરી દવા પીધી હતી અને તે બાદ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, તેમણે આપઘાત કર્યા પહેલા અંતિમ નોટ પણ લખી હતી. જે દરેક અખબારમાં પણ મોકલી હતી. આ નોટમાં તેમની આત્મહત્યા પાછળનું કારણ ઓઝોન ગ્રુપ જવાબદાર હોવાનું તેમણે જણાવ્યુ હતુ.

મહેન્દ્રભાઇએ જે પ્રેસનોટ અખબારોને મોકલી હતી, તેમાં તેમણે લખ્યુ હતું કે, “હું મહેન્દ્ર ફળદુ આ સાથેની પ્રેસનોટ મુજબ આપઘાત કરી રહ્યો છું. આ માટે ઓઝોન ગ્રૂપ જ જવાબદાર છે. તે 33કરોડની મિલકતના દસ્તાવેજ કરી આપતા નથી. મારા ગ્રૂપના 70 કરોડના દસ્તાવેજ છે. અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ,અતુલ મહેતા અને અમદાવાદ લોકો જ જવાબદાર છે. તેમણે આગળ લખ્યુ કે તે લોકોએ મને ખુબ જ હેરાન કર્યો છે. મારા પર ફરિયાદો કરે છે અને ધમકીઓ  પણ આપે છે, તેમણે આગળ લખ્યુ હતુ કે મારા અને મારા પરિવારનો વિશ્વાસ આ પ્રેસ ઉપર છે. અમને ન્યાય અપાવજો.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો સહિત મિત્રો અને રાજકીય આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ રાજકોટ સિવિલ ખાતે મૃતદેહને પીએમ  અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ, મિત્રો, રાજકીય આગેવાનો અને પરિવારજનો છે.