હજુ તો મહેંદીનો રંગ ઝાંખો થયો નહોતો ત્યાં રાજકોટની આ પરિણીતાએ લગ્નના ચાર દિવસ બાદ જ પોતાનું જીવન ટૂંકાવી દીધું, પરિવાર માથે તૂટ્યું આભ

કોરોના સંક્રમણના કારણે ઘણા લોકો પોતાની જીવ ગુમાવી રહ્યા છો તો ઘણા લોકો માનસિક તાણમાં આવીને આપઘાત કરી લેતા હોય છે. તો ઘણા કિસ્સાઓ એવા પણ સામે આવે છે જે જાણીને આપણે પણ ચોંકી ઉઠીએ. હાલમાં રાજકોટમાંથી એવો જ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્નના ચાર દિવસ બાદ જ એક નવ પરિણીતાએ આપઘાત કરી લીધો છે. હજુ તો તેની મહેંદીનો રંગ પણ નહોતો ઉડ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના દોઢસો ફૂટ રોડ ઉપર આવેલા ઓમ નગર શેરી નંબર 2માં રહેતી 24 વર્ષીય માનસીબેન ભાવિનભાઈ સરવૈયા નામની 24 વર્ષીય પરિણીતાએ લગ્નના ચોથા દિવસે જ પોતાના ઘરે ઉપરના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ સૌ પ્રથમ માનસીની નણંદને થઇ હતી. તેને ભાભીને રૂમની અંદર લટકતા જોઈને બૂમો પાડી હતી ત્યારબાદ પરિવારજનો એકઠા થઇ ગયા હતા. પરિવારજનોએ માનસીને નીચે ઉતારી અને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં લઇ ગયા પરંતુ ત્યાં ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

સિવિલ દ્વારા આ ઘટનાની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી. તાલુકા પોલીસને જાણ થવાની સાથે જ પીએસઆઇ મોરવાડિયા સહિતનો કાફલો હોસ્પિટલ આવી પહોંચ્યો હતો. પોલીસ પુછપરછમાં સામે આવ્યું કે મૃતક માનસીના માતા-પિતા રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા અમરનગરમાં રહે છે. લગ્ન બાદ તે પોતાના પતિ સાસુ-સસરા સાથે તેમજ નણંદ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી.

પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. ચાર દિવસ પહેલા જ માનસીના લગ્ન થયા હતા અને હવે કયા કારણો સાર તેને આપઘાત જેવું ગંભીર પગલું ભર્યું તે સવાલોના ઘેરામાં છે. પોલીસ હવે આ બાબતે તપાસ કરી રહી છે.

Niraj Patel