મારુતિ ઈકોમા બેસતા પહેલા હજાર વાર વિચારજો: બિચારા બાળકનું તડપી તડપીને થયું મૃત્યુ, કાળજું કાઠું હોય તો જ જોજો ફોટોસ
ગુજરાતમાંથી અવાર અકસ્માતની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં રાજકોટ ભાવનગર હાઇવે (Rajkot Bhavnagar Highway) પર હલેન્ડા ગામ પાસેથી ગમખ્વાર અકસ્માતની ખબર સામે આવી છે. એક બંધ ટ્રક પાછળ ઇકો કાર ધૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ પરિવારજનો સહિત અમરેલી અખબાર લઈને જતા કાર ચાલકને ઇજા પહોંચી હતી.
ઘાયલોને હાલ તો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે માતા-પિતાની નજર સામે જ માસુમ બાળકનું મોત થતા કરુણ આક્રંદ છવાયુ હતુ. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, ગત મોડી રાત્રીના 3 વાગ્યા આસપાસ રાજકોટ ભાવનગર હાઇવે પર હલેન્ડા ગામ પાસે બંધ ટ્રેક પાછળ ઇકો કાર ઘુસી ગઇ હતી અને આમાં ઇકો કારના ચાલક સંજયભાઈ તેરૈયા ઘાયલ થયા હતા.
જ્યારે કારમાં બેઠેલા ચલાલા પંથકના મીઠાપુર ગામના પ્રવીણભાઈ ચૌહાણ તેમજ તેમના પત્ની રંજનબેન અને તેમના પુત્ર યશ અને હર્ષિલ પણ ઘવાયા હતા. ત્યાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં હર્ષિલ ચૌહાણનું મોત થયુ હતુ. અકસ્માતની જાણ થતા જ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.
આ ઉપરાંત ઘાયલોને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં પ્રવીણભાઈ ચૌહાણ પરિવાર સાથે લગ્ન પ્રસંગ પતાવી પરત ચલાલા ડુંગર મીઠાપુર ગામે જઈ રહ્યા હતા ત્યારે જ આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું.