રાજકોટ : અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીનો આપઘાત, સુસાઇડ નોટમાં મોત માટે માલિકોને ગણાવ્યા જવાબદાર

અમૂલના કર્મચારીએ આપઘાત કર્યો:સુસાઇડ નોટમાં લખ્યું- મારા મરવાનું કારણ કંપનીના માલિક અને ભાગીદારો છે, બા-બાપુજી મને માફ કરજો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી આપઘાતની ઘણી ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે હાલમાં રાજકોટની આજી વસાહતમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના એક કર્મચારીના આપઘાતની ઘટના સામે આવી છે. આ આપઘાતનું કારણ કર્મચારીઓને લાંબા સમયથી પગાર ન આપવામાં આવ્યુ હોવાનું છે.

હરેશ હેરભા નામના કર્મચારીએ આપઘાત પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેણે કંપનીના માલિકો અને ભાગીદારોને કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યુ છે. મૃતકના આપઘાત બાદ સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પીએફની રકમ, બાકી પગાર અપાવવા કર્મચારીઓ દ્વારા માંગ કરાઈ હતી.

કર્મચારીઓને છેલ્લાં 1 વર્ષથી પગાર નથી ચૂકવવામાં આવ્યો અને 30 મહિનાથી PF પણ જમા કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વિક્રમ બકુત્રા, અનિલ વેગડા નામના કર્મચારીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે.

મૃતક હરેશે સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે “પરમ પૂજ્ય બા-બાપુજી તથા ઉમા, દિપક, ડિમ્પલ, પ્રતીક્ષા, નિષ્ઠા, દેવેન મને માફ કરજો, મારાથી ભૂલમાં કંઈ કેવાઈ ગયું હોય તો. મારા મરવાનું કારણ એક જ છે, એના જવાબદાર અમૂલ ઈન્ડસ્ટ્રીનાં માલિક સુરેશ સંતોકી, નીતિન સંતોકી અને એના ભાગીદાર છે. બસ મને માફ કરશો.”

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina