Heart Attack થી ગુજરાતમાં વધુ એક મોત ! રાજકોટમાં લગ્નપ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત, છવાયો માતમ

રાજકોટમાં દાંડિયા રમતા રમતા હાર્ટએટકથી યુવાનનું મોત, આસપાસ લગ્નમાં બધા ડરી ગયા, ખુશીનો માહોલ હતો ને મૃત્યુ થયું, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી (Gujarat) છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના (Heart Attack) કિસ્સા સામે આવી રહ્યા છે. કેટલીકવાર ક્રિકેટ કે ફૂટબોલ રમતા તો કેટલીકવાર જીમમાં એક્સરસાઇઝ કરતા તો કેટલીકવાર લગ્ન પ્રસંગમાં નાચતા પણ ઘણા લોકોના હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં વધુ એક મામલો રાજકોટમાંથી (Rajkot) સામે આવ્યો છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકથી મોતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે,

ત્યારે હાલમાં રાજકોટમાં ગઈકાલે જ હાર્ટએટેકથી અમિત ચૌહાણ નામના એક 36 વર્ષના યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. લગ્નપ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ તેમનું હાર્ટ એટેકથી મોત થતા લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર, રાજકોટના અમિત ચૌહાણ તેમના પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાં લગ્નના આગળના દિવસે રાત્રે ગરબાનો કાર્યક્રમ હતો.

File Pic

દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ જ્યારે ઘરે આવ્યા ત્યારે રાત્રિના સમયે અચાનક તેઓ બેભાન થઈ ગયા, જેને કારણે તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જો કે, ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરાતા અને હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું કહેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 23 એપ્રિલે જ એક 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ હતું.

File Pic

આદર્શ સાવલિયા બાથરૂમમાં અચાનક ઢળી પડ્યા બાદ પરિવારજનો તેને લઈને હોસ્પિટલ ગયા હતા પણ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરાતા અને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવતા પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું હતું. હાર્ટ એકેટનું કારણ નિષ્ણાતોના મતે કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.

Shah Jina