ભગવાનનો ચમત્કાર: જે દીકરી માટે આખા ગુજરાતે પ્રાર્થના કરેલી એ ‘અંબા’ હવે જઈ રહી છે ઇટલી, કૂતરું મોંઢામાં લઈને જતું હતું

સવા વર્ષ પહેલા લોહીલુહાણ હાલતમાં મળી હતી રાજકોટની ‘અંબા’, જાણો કોને દત્તક લીધી

થોડા જ વર્ષ પહેલા એટલે કે લગભગ સવા વર્ષ પહેલા મહિકા ઠેબચડા પાસે લોહીલુહાણ અને તરછોડાયેલી હાલતમાં મળી આવેલ બાળકી ‘અંબા’ને ઇટાલીના દંપતિએ દત્તક લીધી છે. દુનિયાભરમાંથી આ બાળકી માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને આખરે આ બાળકી લગભગ અઢી મહિના હોસ્પિટલમાં રહ્યા બાદ સ્વસ્થ થઇ હતી અને મોત સામે જંગ લડી પાછી આવી હતી. ત્યારે આ બાળકી ‘અંબા’ની થોડા સમય પહેલા દત્તક લેવાની જે પણ વિધિ હોય તેની કાર્યવાહી પૂરી કરવામાં આવી છે અને હવે ‘અંબા’ ત્રણ મહિનાની અંદર જ ઇટલી પહોંચશે.

ઇટલીના ગુંથર દંપતિએ અંબાને દત્તક લેવાની કાર્યવાહી પૂરી કરી છે. આ પહેલા પણ તેઓએ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધુ હતુ. હવે તેમણે તેમનુ બીજુ બાળક પણ ભારતમાંથી દત્તક લીધુ છે અને તે છે ગુજરાતના રાજકોટની ‘અંબા’.

રાજકોટ ભાવનગર હાઇવે પર ઠેબચડા ગામની સીમમાં એક દીકરી તરછોડાયેલી હાલતમાં મળી હતી અને ત્યારે આ દીકરીને કૂતરુ લઇ જતુ હતુ અને નાગરિકે તેને બચાવી હતી. બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. ત્યારે તેને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

દીકરી જલ્દી સાજી થઇ જાય તે માટે સૌ કોઇ દ્વારા તેના જીવનની પ્રાર્થના કરવામાં આવી હતી.આ બાળકીને બચાવવામાં રાજકોટ કમિશ્નર દ્વારા ઘણો જ રસ દાખવવામાં આવ્યો અને તેમણે જ આ બાળકીનું નામ ‘અંબા’ રાખ્યુ, જો કે આ બાળકી ઘણી લાંબી જંગ લડ્યા બાદ સ્વસ્થ થઇ. ગુજરાત રાજયના મુખ્યમંત્રી દ્વારા તે સાજી થઇ જાય તે માટે ઇશ્વર સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી.

‘અંબા’ને સ્વસ્થ થયા બાદ કાઠિયાવાડના બાલાશ્રમમાં મોકલવામાં આવી હતી. તે હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ત્યારે હવે આ બાળકીને ઇટલીના દંપતિએ દત્તક લીધી છે અને હવે ત્રણ મહિનામાં જ ‘અંબા’ ઇટલી પહોંચશે.

Shah Jina