...
   

રાજકોટમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ: અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયુ, ઘરોમાં ઘૂસ્યા પાણી- ગોંડલ હાઈવે ડૂબ્યો પાણીમાં

ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા 24 કલાકથી અવિરત પણે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ભારે વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, છેલ્લા 24 કલાકમાં 9 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. રાજકોટમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે અને શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. હંસરાજનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે.

આ ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલ ગાડી પાણીમાં ડૂબી ગઈ છે. ગોંડલ જતો હાઈવે પાણી-પાણી થઈ જવાને પગલે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. રાજકોટ ગોંડલ હાઈવે સંપૂર્ણ બંધ અવસ્થામાં છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં હજુ પણ ધોધમાર વરસાદ ચાલુ છે. ત્યારે રાજકોટમાં સાંબેલાધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે. ધોધમાર વરસાદને પગલે ન્યારા-2 નદીનો પુલ બંધ કરી દેવાયો છે.

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર મવડી ચોક નજીક પણ પાણી ભરાયા છે, જ્યારે મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાનીમાં મૂકાયા છે. આજી નદીમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યું છે. રામનાથપરા વિસ્તારમાં પણ કમર સુધી પાણી ભરાયા છે. દર વર્ષની જેમ આ વરસાદે પણ રામનાથપરામાં તારાજી સર્જાઈ ગઈ છે. આજી નદીમાં પૂર આવતા સૌથી પહેલા રામનાથપરાના રહેવાસીઓ ભોગ બન્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસવાને કારણે જીવ તાળવે ચોટ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Rocks (@thegujjurocks)

Shah Jina