રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ પર એક છોકરીએ કરી જોખમી અને વિચિત્ર હરકતો, વીડિયો થયો વાયરલ

રાજકોટમાં એક અજીબ ઘટના બની છે. રેસકોર્સ રિંગ રોડ પર એક યુવતીએ રસ્તાની વચ્ચે ઊભા રહીને વિચિત્ર હરકત કરી હતી. આ દરમિયાન તેણે વાહનોની અવરજવરને અવરોધી અને લોકોને મુશ્કેલીમાં મૂક્યા. તેણે પોતાના જીવને જોખમમાં મુક્યા હોય એવું દેખાઈ રહ્યું છે. થોડી વાર આવું કર્યા પછી તે પોતાના વાહન પર નીકળી ગઈ.

કોઈ વ્યક્તિએ આ દૃશ્યનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. હવે આ યુવતી વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેના આ વર્તનથી તેણે પોતાનો અને અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. પ્રાથમિક રીતે એવું લાગે છે કે આ યુવતી માનસિક રીતે અસ્થિર હોઈ શકે છે.

આ ઘટના એવા સ્થળે બની જ્યાં પોલીસ કમિશનર અને ગ્રામ્ય પોલીસ વડાના નિવાસસ્થાન છે. વળી, રેસકોર્સ પોલીસ હેડક્વાર્ટર પણ નજીકમાં છે. આ વિસ્તારમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવેલા છે, જેમાં આ ઘટના નોંધાઈ હોવી જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

YC