ગુજરાતમાં ત્રીજી લહેરનો ફફડાટ, આ મહાનગરમાં 5 મહિનાના બાળકે કોરોનાના કારણે ગુમાવ્યો જીવ

કોરોના વાયરસની પહેલી અને બીજી લહેરના કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો હજુ પણ ત્રીજી લહેરની આશંકા પણ સેવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટેખતરા રૂપ બની શકે છે, ત્યારે હાલમાં જે ખબર આવી છે તેના કારણે ગુજરાતીઓમાં ત્રીજી લહેરને લઈને ફફડાટ વ્યાપી ગયો છે.

(પ્રતીકાત્મક તસવીર)

હાલ મળી રહેલી ખબર અનુસાર રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં 5 મહિનાના બાળકનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની ખબર આવી રહી છે. આ બાબતે મળી રહેલી વધુ માહિતી પ્રમાણે રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ ઘનશ્યામનગરમાં રહેતા એક 5 મહિનાના બાળકને 19 તારીખે કોરોના થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આજે સવારે 5:30 વાગ્યે  નિપજતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ સમગ્ર મામલામાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે સમગ્ર મામલે તપાસ સોંપી છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 3 બાળકોનો રિપોર્ટ આવવાનો બાકી છે. 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને રહેણાંક વિસ્તારોમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

Niraj Patel