વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : રાજકોટમાં 9 વર્ષનું બાળક રમતા રમતા અનાજની કોઠીમાં સંતાઇ ગયું, ગૂંગળામણને કારણે મોત

કપડાં લેવા મિત કોઠીમાં ઉતર્યો, ને દુનિયાનું સૌથી ભયંકર મોત મળ્યું, જાણો આખી મેટર

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર નાના બાળકો રમતા રમતા કંઇક એવી હરકત કરતા હોય છે કે તેમનું મોત થતુ હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી શનિવારે એક ચોંકાવનારી ઘટના બની સામે આવી હતી. જેમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા દંપતીનો એકનો એક દીકરો મોતને ભેટ્યો. જ્યારે દંપતિ કામ પરથી પરત ફર્યા ત્યારે તેમનો દીકરો ક્યાંય ન દેખાતા તેમણે અપહરણની શંકાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

જો કે આ દરમિયાન એવું થયુ કે માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ. જ્યારે માતાએ ઘરમાં રહેલી ઘંઉની કોઠી ખોલી તો તેમાંથી બાળક મૃત મળી આવ્યુ. રાજકોટના ચુનારાવાડ પાસે શિવાજીનગરમાં રહેતા જયેશ ભાઈ અને તેમની પત્ની ઉષાબેન બંને કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે તેઓ કામ પર ગયા પર ગયા ત્યારે પુત્ર મિત ઘરમાં એકલો હતો અને સાંજે જ્યારે દંપતિ કામ પરથી પરત ફર્યા તો ઘરે મિત ના જોવા મળતા તેમણે દીકરાના ગુમ થયાની ફરિયાદ પોલિસ સ્ટેશને નોધાવી.

જે બાદ અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ ચેક કરી તેમાં જોવા મળ્યું કે મિતે ટીશર્ટ બદલી નાખી હતી. ત્યારે માતાને શંકા ગઈ કે દીકરાએ કપડા બદલ્યા તો જુના કપડાં ક્યાં મુક્યા. તે બાદ તેઓએ ઘરે ઘંઉની કોઠી કે જ્યાં તેઓ કપડા મૂકતા હતા ત્યાં ગયા અને કોઠીનું ઢાંકણુ ખોલી જોયુ તો તેમના પગ નીચેથી જમીન ખસકી ગઈ. કારણ કે કોઠીની અંદરથી મીતનો મૃતદેહ મળી આવ્યો. આ મામલે ઉષાબેને તાત્કાલિક પોલીસને જાણ કરી અને પછી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલવામાં આવ્યો.

હાલ તો એવું અનુમાન લગાવાઇ રહ્યુ છે કે કોઠીનું ઢાંકણુ બંધ થઇ જતા ગૂંગળામણના કારણે તેનું મોત થયુ હશે. જો કે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ઉષાબેન અને જયેશભાઈને બે સંતાન છે. મીત 8 વર્ષ અને 11 મહિનાનો જ્યારે એક નાની ચાર વર્ષની દીકરી પુત્રી છે. ત્યારે એકના એક દીકરાના મોતને લઇને પરિવાર પર આભ તૂટી પડ્યુ છે.

Shah Jina