રાજકોટમાં બે-બે માસુમ બાળકોની માતાએ ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, કારણ જાણીને રુંવાડા ઉભા થઈ જશે..

રાજકોટના દર્શનપાર્કમાં કારખાનેદારની પત્નીએ કરી આત્મહત્યા, કારણ જાણીને રુંવાડા ઉભા થઈ જશે..

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા મામલો સામે આવી રહ્યા છે. પતિ પત્ની વચ્ચે થતા ઝઘડામાં ઘણીવાર પતિ અથવા તો ઘણીવાર પત્ની મોતને વ્હાલું કરી લેતા હોય છે, ત્યારે હાલ એક મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે, જેમાં એક પરણીતાએ પતિના ત્રાસના કારણે આપઘાત કરી લીધો હોવાની ઘટનાએ ચકચારી મચાવી દીધી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં આવેલા રૈયા રોડ ઉપર દર્શન પાર્કમાં રહેતા 35 વર્ષીય મિત્તલબેન યોગેશભાઈ સાકરીયાએ પોતાન જ ઘરમાં ગળે ચૂંદડી બાંધી ટુંપો ખાઈ લીધો હતો. મિત્તલબેનના લગ્ન 16 વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ તેમને સંતાનોમાં એક દીકરો અને દીકરી હતા. તેમના પતિ મેટોડામાં ફ્રાઇમ્સનું કારખાનું ચલાવે છે.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે આ મામલે મિત્તલબેનના પિતા રતિલાલ કપુરીયાને તેમની દીકરીએ આપઘાત કર્યો હોવાની જાણ થતા જ તેઓ રાજકોટ દોડી ગયા હતા. તેમને આ બાબતે પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે જયારે ગત મહિને મારી દીકરી કાલાવાડ મારા ઘરે આવી હતી ત્યારે તેના પતિ યોગેશે તેને ઘરે આવીને બેફામ માર પણ માર્યો હતો, ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી યોગેશ તેને ત્રાસ આપતો હોવાનું પણ જણાવ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે મૃતક મિત્તલબેનના પિતા રતિલાલની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના પિતાની માંગણી અનુસાર મિત્તલબેનના મૃતદેહનું ફોરેનસકી પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું હતું. આ અંગે રતિલાલના નિવેદન બાદ પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ પણ હાથ ધરી છે.

Niraj Patel